પાટણ તા. ૧૨
પાટણ નગરપાલિકા ખાતે બુધવારે કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને પ્રિ મોન્સુન પ્લાનના આગોતરા આયોજનને લઈ સ્વચ્છતા શાખાના કર્મચારીઓ, વોર્ડ ઈન્સ્પેક્ટરો અને એસઆઇ ની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વોડૅ ઇન્સ્પેક્ટરો,એસઆઈ અને સ્વચ્છતા શાખા ના કર્મચારીઓને પડતી હાલાકી અંગેના સુચનો, વિવિધ પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત તેઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.
કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા પ્રી મોન્સુન પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટ્રોંમ વોટર ની સાફ-સફાઈ તમામ નહેરોની સાફ-સફાઈ અને સ્વચ્છતા કરવાના સૂચનો કર્યા હતા. અને પાટણ શહેરના વિવિધ નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે તે માટે પાંચ જેટલા ફાઈટર તૈયાર કરી વરસાદ બંધ થયા ના ત્રણ કલાકમાં જ તમામ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાનો સુંદર આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ચોમાસા દરમિયાન મચ્છરો નો ઉપદ્રવ વધતા ફોગિંગ મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. અને જ્યાં ગંદકી ના વિસ્તારો હશે
ત્યાં દવાનો છટકાવ અને ઓઇલ નાખી ચોમાસા દરમિયાન રોગચાળાને કાબુ લેવા માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રિ મોન્સુન પ્લાનની આગોતરા આયોજન માટે ની બેઠકમાં સ્વચ્છતા શાખા ના ચેરમેન હરેશ ભાઈ મોદી, ડો.નરેશ દવે, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ ભાઈ પટેલ સહિત ની ઉપસ્થિતિ વચ્ચે પ્રી મોન્સુન પ્લાન ના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી