fbpx

પાટણ પાલિકામા ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્સની ગ્રાન્ટ માંથી અંદાજે રૂપિયા 30 લાખના ખર્ચે બોટો વસાવાઈ..

Date:

પાટણ તા. ૧૨
નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શરુ થયા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યોતિષીઓના વરતારા મુજબ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે પાટણ જીલ્લામાં ચોમાસાની સીઝનને અનુલક્ષીને વિવિધ તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને પાટણ નગરપાલિકાની ફાયર શાખા દ્વારા ચોમાસાને અનુલક્ષીને બચાવ કામ ગીરી માટેના તમામ સાધનોને સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યા છે.

પાટણ શહેર સહિત જીલ્લામાં આગામી ચોમાસાની સીઝનમાં ધોધમાર વરસાદની આગાહીને લઈ સંભવિત વાવાઝોડુ, પુર અને કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે જીલ્લા વહીવટીતંત્ર સહિત નગર પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન પ્લાનની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં નદી-નાળા, તળાવ, તેમજ કેનાલોની સાફસફાઈ હાથ ઘરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્સ સર્વિસની ગ્રાંટમાંથી ફાળવેલ રકમ પેટે પાટણ નગર પાલિકા ના ફાયર શાખામાં અંદાજે રૂા. ૩૦ લાખના ખર્ચે ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી માટે થર્મોકોલ તેમજ પ્લાસ્ટીકમાંથી બનાવેલ ચાર જેટલી બોટો વસાવવામાં આવી છે.

ત્યારે પાટણ શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ભરાઈ રહેતા વરસાદી પાણી માં ફસાયેલા લોકોની બચાવ કામગીરી માટે સીસીટીવી કેમેરાથી સજજ પ્લાસ્ટીક તેમજ થર્મો કોલ ની બોટો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. આમ પાટણ નગરપાલિકાની ફાયર શાખા દ્વારા આગામી ચોમાસા માં પુર અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બચાવ કામગીરી માટેનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું હોવાનું પાલિકા સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related