fbpx

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૨ મી રથ યાત્રા નીકળશે…

Date:

પાટણ તા. ૧૪
આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની પાટણ શહેર માંથી નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ ભક્તો દ્વારા દાન ભેટ અને ફાળો એકત્ર કરવાની કામગીરી શરૂ કરાયેલ છે જેની સાથે સાથે ભગવાન જગન્નાથજીના મામેરા માટે પણ પાટણ ના નગરજનો નોધણી કરાવી રહ્યા છે.

વર્ષ 2029 સુધીના ભગવાનના મામેરાના યજમાન પરિવારોએ પોતાના નામની નોંધણી કરાવી દીધી હોવાનું અને ચાલુ સાલે ભગવાન ના મામેરા ના યજમાન નો લાભ અતુલભાઈ નાયક પરિવારે લીધો હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

આગામી તારીખ 7 જુલાઈ ના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે પાટણ શહેર માંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રાના આયોજન ને લઈને દાન ભેટ અને ફાળો એકત્ર કરવાની હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આજે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા પાટણના જાણીતા શેર બ્રોકર કમલેશભાઈ મોદીના ત્યાં રથયાત્રા નિમિત્તે ફાળો લેવા ગયા હતા ત્યારે કમલેશભાઈ મોદીએ તમામને રૂડો આવકાર આપી પિયુષભાઈ ની વર્ષોથી આ સુંદર કામગીરી કરવા બદલ સન્માન કર્યું હતું. અને વર્ષ 2029 ના ભગવાન ના મામેરાના યજમાન પદે પોતાનું નામ નોધવતા ટ્રસ્ટી મંડળે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળ
નારી ભગવાનની રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાના પ્રસંગની ઉજવણી સાથે તારીખ ૬ જુલાઈના રોજ પરંપરાગત ભગવાનનો મહાભિષેક યોજાશે. આ અભિષેકના યજમાન પદે અતુલભાઇ નાયક, હરેશ ભાઈ દેસાઈ (પૂર્વ કોર્પોરેટર), કમલેશભાઈ મોદી (શેરબ્રોકર), સતિષચંદ્ર ઠક્કર ( પૂવૅકોપોરેટર) અને ઘનશ્યામભાઈ પટેલ (શિવ કૃપા ટ્રાન્સપોર્ટ) લાભ લેશે.

આ પુણ્ય કામમાં અન્ય યજમાન પરિવાર લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ તારીખ 2 જુલાઈ સુધીમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય પાસે પોતાનું નામ નોંધાવી જવા તેઓએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધોરણ -12 સાયન્સના વિધાર્થીઓની NEET ની પરીક્ષાનું સેન્ટર હેમ.ઉ. ગુ. યુનિવર્સિટી ને મળે તેવી શૈક્ષિક મહાસંધે માગ કરી.

યુનિવર્સિટી કુલપતિને વિધાર્થી હિતના સુચનો સાથે આવેદનપત્ર અપાયું.. પાટણ તા....

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ.. ~ #369News