પાટણ તા. ૧૫
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે કરવામાં આવ્યું હતું.આ બ્લડ કેમ્પમાં સંસ્થા નાં સદસ્યો તેમજ દાતા ઓનાં સહયોગ થી ૫૯ બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું.
સંસ્થા નાં પ્રમુખ ભાર્ગવ ચોકસી, નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પ્રાંત ના પૂર્વ પ્રમુખ જયેશ ભાઈ પટેલ, નિરંજન ભાઈ પટેલ, શિરીષ ભાઈ પટેલ, ખજાનચી ધનશ્યામભાઈ ત્રિવેદી, સહમંત્રી રાજેશભાઈ ઠક્કર, હર્ષ પટેલ, કમલેશ પ્રજાપતિ, અલ્પેશ એલ. પટેલ, અલ્પેશ એસ. પટેલ, રૂષભ પટેલ , પ્રગ્નેશ પટેલ, દિનેશભાઈ પ્રજાપતિ, નિખીલ ભાઈ ખમાર,
મહિલા સહ સંયોજીકા આશાબેન પટેલ, રીપલ બેન ખમાર, શ્રેયાબેન ત્રિવેદી,નિયતીબેન ખમાર, મૃદુલા બેન મહેશ્વરી, હેમાંગીબેન પટેલ તેમજ ઝવેરી બજાર ના વેપારી મિત્રો તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખાનાં જનરલ સભ્યોએ ઉપસ્થીત રહી ને સ્વેચ્છાએ પોતાના બ્લડ નું ડોનેટ કરી રક્તદાન શિબિર ને સફળ બનાવી હતી.
બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન રેડ ક્રોસ પરિવારના ડૉ .મોહનભાઈ પટેલ ડૉ .મોનિષભાઈ શાહ, ડૉ .રાજેશ પટેલ, ડૉ .ઉદય પટેલ,મહેશભાઈ ગાંધી,સંસ્થાનાં મેહુલભાઈ તેમજ બ્લડ બેન્ક ના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી