નોમૅલ ડિલિવરી બાદ માતા અને દિકરી ને વારાહી હોસ્પિટલમાં ખસેડવામાં આવી..
પાટણ તા. 23
પાટણ જિલ્લાના વારાહી 108 ની ટીમે પ્રસવ પીડા ભોગવી રહેલ મહિલા ની એમ્બ્યુલન્સ માજ નોમૅલ ડિલેવરી કરાવી માતા અને બાળકી ને બચાવી લેતા પરિવારજનોએ વારાહી 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર તાલુકા ના પેદાશપુરા ગામે રહેતા 27વર્ષીય તારાબેન રમેશભાઈ ઠાકોર ને બે દીકરી હોય ત્રીજી ગર્ભાવસ્થા દરમિયાન મંગળવાર ના સવાર ના સમયે તેઓને પ્રશવપીડા ઉપડી હતી. આ અંગે વારાહી 108ને જાણ કરાતા વારાહી 108 ના EMT અમરત ઠાકોર અને પાયલોટ ભેમાભાઈ રબારી ધટના સ્થળે દોડી ગયા હતા અને દર્દીને એમ્બ્યુલન્સ માં લઈ ને હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા ત્યારે તારાબેનને પ્રસવ વેદના અસહ્ય થતા એમ્બ્યુલન્સ ને રોડ સાઈડમાં કરી 108 ના ઈએમટી અને પાયલોટ દ્રારા મહિલા ની નોમૅલ ડિલિવરી કરાવી હતી.
ડિલવરી દરમ્યાન તારાબેન ને દીકરી નો જન્મ થયો હતો.નોમૅલ ડિલિવરી એમ્બ્યુલન્સ મા કરાવ્યા બાદ માતા અને દીકરી ને વારાહી સરકારીહોસ્પિટલ માં સિફટ કરવામાં આવ્યા હતા.108 દ્રારા નોમૅલ ડિલેવરી કરાવી માતા અને પુત્રી ને નવ જીવન બક્ષતા પરિવારે 108 ટીમ નો આભાર માની તેમની ફરજ દરમ્યાન ની કામગીરી ને બિરદાવી હતી.