fbpx

પાટણ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં વધારો થતાં ખેડૂતો હરખાયા…

Date:

પાટણ માર્કેટ યાર્ડમાં દૈનિક 20 થી 25 બોરીની થઈ રહી છે આવક..

ચારેક દિવસ અગાઉ જીરાના ભાવ 12 હજાર સુધી પહોંચ્યા હતા.

પાટણ તા. 28
પાટણ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી જીરું ના ભાવ ઉચકાતા ખેડૂતોના ચહેરા હરખાયા છે પાટણ માર્કેટ યાર્ડમાં હાલમાં રોજની 20 થી 25 બોરીની આવક સામે રૂ. 8 હજારથી 12 હજાર સુધી ના ભાવ પડતા હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં વર્ષોથી ખેડૂતો દ્વારા જીરાનું મોટા પાયે વાવેતર કરીને એમાંથી બમ્પર ઉત્પાદન મેળવીને સારી એવી કમાણી કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં જીરાનું વાવેતર ઓછું થયું હોય તેની સામે હાલમાં જીરાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે . પાટણ માર્કેટયાર્ડ માં જીરાના ભાવ રૂપિયા 8000 થી લઈને 12 હજાર સુધીના પડી રહ્યા છે .પાટણ જિલ્લો એ સમગ્ર ઉત્તર ગુજરાત માં જીરુ ઉત્પાદન કરવામાં મોખરે રહ્યો છે કારણ કે આ જિલ્લામાં જીરાના પાકને અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શિયાળા ની ઋતુમાં જીરાના પાકનું વાવેતર કરતા હોય છે .

જેમાં ખાસ કરીને સાતલપુર ,રાધનપુર ,સમી અને શંખેશ્વર પંથકમાં મોટા પ્રમાણમાં જીરા નું વાવેતર થતું હોય છે. ત્યારે ગત વર્ષે ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું હતું . ત્યારે છેલ્લા કેટલાક સમયથી માર્કેટયાર્ડ માં જીરાની આવક થઈ રહી છે તેની સામે 7 થી 8 હજાર નો પ્રતિ મણ નો ભાવ રહેતો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીરાના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે . ત્યારે ગતરોજ હારીજ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ 11,000 થી 13,500 સુધીનો નોંધાયો હતો . પાટણ માર્કેટ યાર્ડમાં પણ શનિવાર ના રોજ જીરા નો ભાવ 12 હજાર પડ્યો હતો . ત્યારે મંગળવારના રોજ જીરાનો ભાવ ₹8,000 થી 11600 સુધી નો ભાવ પડયો હતો અને 33 બોરીની આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
જે લોકોએ સિઝનમાં જીરાનું વેચાણ કર્યું નથી અને હવે જીરાનું વેચાણ કરી રહ્યા છે તેમના જીરાનો ખૂબ જ ઊંચો ભાવ મળી રહેતા ખેડૂતો ના ચહેરા હરખાયા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની લાઇબ્રેરીની લિફ્ટ માં વિદ્યાર્થીઓ ફસાતા મુશ્કેલીમાં મુકાયા..

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોએ લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓને...