સુરત થી ગણેશપુરા ગામે ધાર્મિક પ્રસંગે આવી રહેલ દેસાઈ પરિવારને અકસ્માત નડતા પરિવારમાં ગમગીની છવાઈ..
પાટણ તા. ૧૭
પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે બે વાગ્યા આસપાસ રાત્રે કીયા ગાડીમાં વતન આવી રહ્યો હતો ત્યારે વાગડોદ થી વદાણી નજીક રોડ ઉપર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકા ભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલ પરિવારના છ સભ્યોને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં પાંચ વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈ નું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈ નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત થયું હતું.
જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઇજાઓ થતાં હાલમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ માં સારવાર હેઠળ ખસેડ્યા છે. આ બનાવને પગલે દેસાઈ સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ સર્જાયું હતું.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ના ગણેશપુરા ગામ ના દેસાઈ પરિવાર સુરત રહે છે ત્યારે ગણેશપુરા ગામ માં જોગણી માતાજી ના પ્રસંગ નિમિતે સુરત થી ગણેશપુરા અવતા હતાં ત્યારે આશરે બે વાગ્યા ની આસપાસ સરસ્વતી તાલુકા ના વગદોડ થી વદાણી તરફ ના રોડ ના વળાંક માં નીલ ગાય વચ્ચે આવતા કાર ચાલક રાજુભાઇ જીવાભાઈ રબારીએ સ્ટેરીગ પર નો કાબુ ગુમાવતા કાર બાવળ ના ઝાડ સાથે ધડાકા ભેર ટકરાઈ હતી જેમાં ગાડી માં બેઠેલા 6 લોકોને ગંભીર ઇજા થઇ હતી
અકસ્માત ની જાણ બાજુ માં આવેલ રામદેવપીર આશ્રમ માં રહેતા સ્વંયમ સેવકો ને થતા ગાડી ઉપર લખેલ રબારી સમાજ હોવાનું જાણ થતાં રબારી સમાજ ને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. કાર ઝાડ સાથે એટલી ધડાકાભેર અથડાઈ હતી કે ટ્રેકટર વડે કાર ને ઝાડ થી અલગ કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માં આવ્યા હતા.
આ બનાવની 108ને જાણ કરતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ધવાયેલ તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મોહિત કુમાર મહેશભાઈ રબારી ઉ. વ. 5 અને ઈશા બેન જીવાભાઈ રબારી નું મોત નીપજ્યું હતુ.
તો અન્ય 4 લોકોને શહેર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કાર ચાલક રાજુ ભાઇ જીવા ભાઈ દેસાઈ, જિનલ બેન મેરાજ ભાઈ રબારી, ચેતના બેન રાજુ ભાઇ દેસાઈ, ગીતા બેન ગોબર ભાઈ દેસાઈ ને ઇજાઓ થતાં તમામની હાલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મોહિતકુમાર મહેશભાઈ દેવગામ નો છે અને રાજુભાઇ જીવાભાઈ દેસાઈ નો ભણો છે એ પણ ગામ માં પ્રસંગ માં મામા સાથે આવતો હોવાનુ જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી