google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના મેલુસણની ગોપાલક મંડળીનાં હોદ્દેદારોએ ચાર વર્ષ માં રૂ. 4.78 કરોડ ની લોનો લીધાનો આક્ષેપ

Date:

અગાઉનાં વર્ષમાં લોન મેળવવા માટે ખોટું શાખપત્ર બનાવી બેંક સાથે છેતરપીંડી કરવા માટે દસ્તાવેજ કર્યા

પાટણ-સરસ્વતી તાલુકાનાં મેલુસણ ગામે આવેલી ગોપાલક સહકારી મંડળી પ્રમુખ, મંત્રી તથા સભ્યો દ્વારા 2019-20માં રૂા. 95,13,143 તથા સને 2020-21માં તથા 2021-22 માં રૂ 3,83,13,846 એમ કુલ રૂા. 4,78,30,989ની લોન મેળવવા માટે પૂર્વ આયોજિત કાવત્રુ રચીને લોન મેળવી હતી અને સભાસદો પૈકી સભાસદો મરણ ગયા હોવા તાં જીવીત દર્શાવીને તેમજ જમીનના 8-4/7/12નાં ઉતારાની નોંધો બનાવટી બનાવી ખોટી નોંધો હોવા છતાં સાચી નોંધ બનાવી રજુ કરીને તા. 23-6-2021નાં રોજ તેમજ અગાઉનાં વર્ષમાં લોન મેળવવા માટે ખોટું શાખપત્ર બનાવી બેંક સાથે છેતરપીંડી કરવા માટે દસ્તાવેજ કર્યા હતા.

આથી ઉપરોક્ત મેલુસણ ગોપાલક મંડળીનાં પ્રમુખ, મંત્રી તથા કમિટીના સભ્યો તથા અગાઉ ના વિભાગીય ઇન્સ્પેક્ટર પંકજ પટેલ કે જેઓએ તેમનાં હોદ્દાદની રુએ તેઓનાં દસ્તાવેજો ખરાઇ કરવાની જવાબદારી હોવા છતાં મેળાપીપણાથી ઉપરોક્ત લોન મંજુર કરી કરાવી છેતરપીંડી આચરી હોવા નો આક્ષેપ કરતી ફરિયાદ મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકૃત વિભાગીય ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજીવકુમાર નાનાલાલ ભાવસાર રે. પાટણવાળાએ મંડલી નાં 14 હોદ્દેદારો તથા મહેસાણા ડીસ્ટીક્ટ બેંકનાં પૂર્વ અધિકારી પંકજ પટેલ મળી કુલે 15 સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ પી સી 420, 465, 467, 468,471, 409, 120 (બી) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ મંડળીનાં પ્રમુખ-મંત્રી અને હોદ્દેદારો સામે ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે, મહેસાણા સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટ બેંકમાં મેલુસણની ગોપાલક કમિટી દ્વારા રજુ કાયેલા શાખા પત્રક માં મંડળીનાં હોદ્દેદારો અને સભ્યો દ્વારા મંજુર કરેલ જેમાં શાખ પત્રક સાથે સભા સદો ની ખેતી વિષયક જમીનના ઉતારા રજુ કરેલા તે બનાવટી જણાઇ આવ્યા હતા. જેથી બેંકે મંડળી દ્વારા કે.સી.સી. લોન મેળવેલ સભાસદોને નોટીસો પાઠવતાં મોટા ભાગ નાં સભાસદો દ્વારા પોતે કોઇ લોન ધીરાણ મંડળી દ્વારા લીધેલ નહિં હોવાનાં વાંધા અરજી ઓ બેંક સમક્ષ રજુ થતાં કેટલાક સભ્યો મરણ ગયા હોવા છતાં ધિરાણ મેળવેલ હોવા નું જણાઇ આવતાં ઉપરોક્ત ફરિયાદ નોંધાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ‘ચંદ્રયાન’ વિષય ઉપર વકતવ્ય યોજાયું..

પાટણ તા. 16પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સ્વ.કિર્તીકુમાર...