fbpx

સ્વર્ગસ્થ નિલ ઠક્કરના આત્માની શાંતિ અર્થે આયોજિત શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભામાં માનવ મહેરામણ ઉમટયુ…

Date:

પાટણ તા. ૩૧
પાટણ શહેરના જાણીતા બિલ્ડરની સાથે સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને રાજકીય ક્ષેત્રમાં પણ નાની ઉંમરે આગવી ઓળખ ઉભી કરી પાટણ નગર પાલિકા ના પૂવૅ ઉપપ્રમુખ પદે રહી શહેરના વિકાસ કામોને વેગવાન બનાવી શહેરીજનો ની પ્રાથમિક સુવિધા પરિપૂર્ણ કરનાર ઠકકર સમાજના યુવા દાનવીર લાલેશભાઈ ઠકકર અને વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર ના પ્રમુખ જગદીશભાઈ ઠકકર ( જે. ડી.) ના નાના ભાઈ અને પરિવારના સભ્યોની જેમ ઉદાર દિલવાળા વિપુલભાઈ ઠકકર ના એક ના એક પુત્ર નિલ નું હરિદ્વાર ગંગા નદી મા સમાઈ જવાથી નિપજેલ મોતની ધટના પગલે પરિવારજનો સહિત ઠકકર સમાજ સાથે અઢારે વણૅના સમાજના લોકોમાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.

સ્વગૅસ્થ નિલ ના આત્માની શાંતિ માટે શુક્રવારે લોહાણા સમાજની વાડી,મીરા દરવાજા ખાતે પરિવારજ નો દ્વારા આયોજિત શ્રધ્ધાંજલિ સ્વરૂપ પ્રાર્થના સભામાં ઠકકર સમાજની સાથે સાથે અઢારે વણૅના
સમાજ ના લોકો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ,વિવિધ સંગઠનો સહિત પાટણ અને આજુબાજુના ગ્રામ્ય, શહેરના સગા-સંબંધી અને સ્નેહીજનોએ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી સ્વ.નિલ ના આત્માની સાથે શ્રધ્ધા સુમન સમપિર્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ દુ:ખની ધડી મા સહભાગી બનનાર તમામ નો જગદીશભાઈ ઠકકર, લાલેશભાઈ ઠકકર અને વિપુલ ભાઈ ઠકકર સહિત ના પરિવારજનોએ સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પાટણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી..

બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પાટણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી.. ~ #369News

વારાહી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છેતરપિંડી ના કેસનો નાસતો ફરતો આરોપી ચાણસ્મા પોલીસના હાથે ઝડપાયો .…

પાટણ તા. ૨૦સને.૨૦૨૦ ના વારાહી પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં...

પાટણ ના યામી પેટ્રોલ પંપ નજીક માર્ગ પર હેવી ટ્રક પલટી ખાઈ ગઈ..

પાટણ ના યામી પેટ્રોલ પંપ નજીક માર્ગ પર હેવી ટ્રક પલટી ખાઈ ગઈ.. ~ #369News

પાટણ ખાતે સૌપ્રથમ વાર આયોજિત મૂક બધિરો માટે પાંચ દિવસય શિબિર નો પ્રારંભ કરાયો..

મૂકબધિરો માટે આયોજિત કરાયેલ પાંચ દિવસીય શિબિરના આયોજનની યુનિવર્સિટી...