બીઓએમ માં હિરેન પટેલની નિમણૂક બાબતે સરકારમાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હોય જે અભિપ્રાય આવે કાર્યવાહી કરાશે : કુલપતિ..
પાટણ તા. ૧૮
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ મા હિરેન પટેલ ની ખોટી રીતે કરવામાં આવેલ નિયુકતી ને રદ્દ કરવા યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ દ્વારા તારીખ ૨૫/૦૪/૨૦૨૪ ના રોજ કુલપતિ ને આવેદનપત્ર આપવામાં આવેલ અને સમિતિ દ્વારા યુનિવર્સિટી અને સમાજના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કુલપતિ દ્રારા આજદિન સુધી આ મામલે યોગ્ય નિણૅય નહિ લેતાં અને તેઓએ યુનિવર્સિટી હિત કરતા વધારે વ્યક્તિગત હિતને વધારે મહત્વ આપી હિરેન પટેલને બચાવવા નો પ્રયત્ન કરતા હોવાના આક્ષેપ સાથે મંગળવારે હીત રક્ષક સમિતિએ પુનઃ આ મામલે તાત્કાલિક અસરથી બોડૅ ઓફ મેનેજમેન્ટમાં હિરેન પટેલ ની નિમણૂંક ને એક સપ્તાહમાં રદ્દ કરવા માંટે કુલપતિ ને અલ્ટીમેટમ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટી હીત રક્ષક સમિતિના રાકેશભાઈ પટેલે આ મામલે મિડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જે સરકારી યુનિવર્સિટી ઓમાં વર્ષોથી પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતા અને શિક્ષણ ને પોતાનો ધંધો બનાવી નાખ્યો હતો તેવા લોકોથી યુનિવર્સિટીને મુક્ત કરવા ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ 2023 લાવી એક સુધારાની પહેલ કરી હતી પરંતુ યુનિવર્સિટી ના કુલપતિઓ પોતાના વ્યક્તિગત હિત સાચવવા માટે નિયમ અને કાયદાની પરવા કર્યા વગર નિર્ણયો લઈ યુનિવર્સિટીના ભવિષ્યને અંધકાર માં નાખી રહ્યા છે.
ત્યારે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ દ્રારા પણ બોડૅ ઓફ મેનેજમેન્ટ મા હિરેન પટેલ ની ખોટી નિયુકતી કરવામાં આવી હોવાનું જાણતા હોવા છતાં તેને છાવરી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ ૨૦૨૩ ની જોગવાઈ નું પાલન કરવામાં અને તેઓની કુલપતિ તરીકેની જવાબદારી નિભાવવા માં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કરી યુનિવર્સિટી BOM હિરેન પટેલની સભ્ય તરીકે થયેલ ખોટીનિમણુક તાત્કાલિક રદ કરવાની રજૂઆત કરી એક સપ્તાહ નું અલ્ટીમેટમ આપી જો એક સપ્તાહ મા આ નિમણૂકને રદ્દ કરવામાં નહિ આવે તો યુનિવર્સિટી હીત રક્ષક સમિતિ દ્વારા યુનિવર્સિટી કુલપતિ સામે પણ કાયદેસર ની કાયૅવાહી કરવાની સાથે સરકાર મા પણ આ મામલે રજુઆત કરવામાં આવનાર હોવા નું હિત રક્ષક સમિતિના રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું. તો આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા સરકાર પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હોય સરકારના અભિપ્રાય મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું કુલપતિ એ મિડિયા સમક્ષ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી