પાટણ તા.૧૮
ધર્મની નગરી પાટણ શહેરમા ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મંગળવારના રોજ પવિત્ર એકાદશી એટલે કે ભીમ અગિયારસના દિવસે પાટણ શહેરના મહાદેવ ના પાડામાં આવેલ પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભીમ અગિયારસ, (નિજૅરાએકાદશી) એ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ શ્રી વૈજનાથ મહાદેવ ને દિવસ દરમ્યાન પાણી માં પલાળી રાખવામાં આવ્યા હતા. ભગવાન વૈજનાથ મહાદેવ ના મંદિર પરિસરમાં આવેલ કુંડમાં મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ રાવલ સહિત ના ભૂદેવો એ મંત્રોચ્ચાર સાથે પાણી ભરી તેમા ભગવાન વૈજનાથ મહાદેવ ને દિવસ દરમ્યાન આ કુડ મા પલાળવામાં આવતાં હોવાનુ મંદિર ના પુજારી ધમેન્દ્રભાઈ રાવલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી