google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.

Date:

શાળાની વિદ્યાર્થીની પ્રાચી દેસાઈ નો પ્રથમ નંબર આવતા હેલ્થ વિભાગ દ્વારા પ્રોત્સાહિત કરાઈ…

પાટણ તા. 20
વિશ્વ તમાકુ નિષેદ દિન નિમિત્તે પાટણ શહેરની ગાંધી સુંદર લાલ કન્યા વિદ્યાલય ખાતે તાલુકા હેલ્થ કચેરી ,પાટણ RBSK દ્વારા NTPC અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળાની ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિશ્વ તમાકુ નિષેદ દિન નિમિત્તે આયોજિત કરાયેલ વકૃત્વ સ્પર્ધામાં ખાસ વિચારો જેવા કે , તમાકુ ખાનાર વ્યક્તિના પરિવાર પર શું વીતતું હશે, અમૂલ્ય શરીર માં કચરાથી બદતર તમાકુનો કચરો નાખવો અને આરોગ્યને ભયંકર નુકસાન કરવું જેવી બાબતો પર વિદ્યાર્થીનીઓએ અસરકારક રીતે રજૂઆત કરી હતી.આ કાર્યક્રમમાં ડૉ. મિતેષભાઈ જોશી, ફાર્માસિસ્ટ પાર્થભાઈ અને આરોગ્ય કાર્યકર દિતુબેન એ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને તમાકુથી થતી નુકસાની બાબતે સુવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું.આ વકૃત્વ સ્પર્ધાનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા મનીષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુજ્યારે આભારવિધિ પદમાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.તમાકુ નિષેદ દિન નિમિત્તે ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે આયોજિત કરાયેલી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર શાળાની વિદ્યાર્થીની પ્રાચી દેસાઈ એ પ્રાપ્ત કરતા હેલ્થ વિભાગ દ્વારા તેઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીનીઓને પણ પ્રોત્સાહન રૂપે બિરદાવામાં આવી હતી.આ સ્પર્ધાને સફળ બનાવવા શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કર સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા પંચાયત નું વષૅ 2024-25 નું રૂ.933, 33 લાખનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું…

બજેટમાં તાલુકા પંચાયત હસ્તકના વિસ્તારો સહિત આરોગ્ય, પશુપાલન ના...

પાટણ જિલ્લામાં એકી સાથે 20 કોરોના કેસ નોંધાયો : જિલ્લા કુલ 55 કેસ એક્ટિવ..

પાટણ જિલ્લામાં એકી સાથે 20 કોરોના કેસ નોંધાયો : જિલ્લા કુલ 55 કેસ એક્ટિવ.. ~ #369News