ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદની વાર્ષિક પ્રતિનિધિ સભા બેઠક યોજાઈ..
પાટણ તા. ૧૮
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ ની વાર્ષિક પ્રતિનિધિસભા અમદાવાદ ખાતે gsc બેન્કના ઓડિ
ટોરિયમ માં મંગળવારે મળી હતી.જેમા રાજ્યભરની apmc ના સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. તો નવીન વરાયેલ apmc ના ચેરમેનો ના સન્માન સાથે સંઘ ના કાયમી સભ્યપદ પાટણ apmc ને બનાવવાનું સર્વાનુમતે ઠરાવી પાટણ apmc ના પ્રતિનિધિઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઈ અને સમગ્ર સંઘ ના હોદ્દેદાર તથા પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી અને પાટણ apmc ના ડિરેકટર અને નિયંત્રિત બજાર સંઘ ના પ્રતિનિધિ કે.સી.પટેલ અને એપીએમસી ચેરમેન સ્નેહલ ભાઈ પટેલે સૌને માર્ગદર્શન કરતા પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું.
આ બેઠક માં વાઇસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ, apmc ના બોર્ડ ડાયરેકટર ભરતભાઇ પટેલ.સેક્રેટરી ઉમેદ ભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી