શિક્ષણમંત્રી ને ઉદેશી યુનિવર્સિટી કુલપતિને આવેદનપત્ર અપાયુ..
પાટણ તા. 24
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા સોમવારના રોજ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં GCAS મામલે યુનિવર્સિટી તાળાબંધી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેના અનુસંધાનમાં પાટણ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ને તાળાબંધી કરી રાજ્યના શિક્ષણ મંત્રીને ઉદેશી યુનિવર્સિટી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થીઓને પડતી સમસ્યાઓને દૂર કરવા હંમેશા કાર્યરત રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની વિશ્વવિધાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS) નો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે.
જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઇ છે. ત્યારથી વિધાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનુ નિવારણ લાવવાનો પ્રયાસ એબીવીપી કરતી આવી છે. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે. પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસીપોતાના નીજી સ્વાર્થ હેતુ લાખો વિધાર્થીઓના ભાવિને નુકસાન પહોચાડવાનો પ્રયાસ કરી રહી છે, તે સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા GCAS પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વ વિધાલયોમાં એડમીશન થી ઘણા વિધાર્થીઓ હજુ પણ વચિત છે.
ત્યારે વિદ્યાર્થીહિતને ધ્યાને લઇ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં વિધાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયા ની જાણકારી નો અભાવ હોવાથી પ્રવેશ થી વંચિત ન રહે એના માટે યોગ્ય નિર્ણય કરવા સહિત ની માગ સાથે પાટણ એબીવીપી દ્રારા યુનિવર્સિટી ને તાળાબંધી કરી સૂત્રોચાર સાથે રાજયના શિક્ષણમંત્રી ને ઉદેશીને યુનિવર્સિટી ના કુલપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.
પાટણ એબીવીપી દ્રારા GCAS મામલે યુનિવર્સિટી ને તાળાબંધી કયૉ બાદ શિક્ષણ મંત્રીને ઉદેશીને યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર અપાતા આ મામલે યુનિવર્સિટી કુલપતિ એ પણ એબીવીપી ના કાયૅકરોને તેમની રજુઆત શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી