પાટણ તા. ૨૪
પાટણ જિલ્લાના રોજ ગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન પાટણ દ્વારા તા. 27 મી ના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામા આવેલ છે.
આ રોજગાર મેળામાં ધોરણ ૧૦/૧૨/આઇ.ટી.આઇ.ટી.આઇ પાસ/ ડિપ્લામા/ ગ્રેજ્યુએટ/ બી. બી. એ/ એમ. બી. એ સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે.
આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે. જેમાં ભાગ લેવા માટે ૨૭ જૂન ૨૦૨૪ અને ગુરુવારે સવારે ૧૦-૦૦ કલાકે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટી કેમ્પસ, પાટણ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
જેમાં નોકરીદાતાઓમાં દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ, શારદા સન્સ પાટણ, એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા, શિવ શક્તિ બાયોટેક્નોલોજી પ્રા.લી.અમદાવાદ, કોસમોસ મેનપાવર પ્રા.લી.ગાંધીનગર, સર્જન ઇન્ડસ્ટ્રીઝ, અઘાર નો સમાવેશ થાય છે. જેમાં પ્રોડકટ મેનેજર, રીટેલ મેનેજર, હેલ્પર, સેલ્સ એકઝીકયુટીવ, આઇ ટી આઇ તમામ ટ્રેડ, ઓપરેટર,હેલ્પર, ઇન્સ્યોરન્સ એડવાઈઝર, આઇટીઆઇ વેલ્ડર, સુપરવાઈઝર, કોમ્પ્યુટર ઓપરેટર જેવી ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કયેરી ખાતે નામ નોધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. જે અંગે રોજગાર અધિકારીની કચેરી ના સુત્રોએ જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી