fbpx

પાટણના વઢીયાર પંથકની વીરાંગના જીજ્ઞા શેઠે હાથ પકડ્યો અને પંથકની દીકરીએ વિદેશમાં જોબ મેળવી…

Date:

પાટણ તા. ૯
પાટણ જિલ્લાના વઢિયાર પંથકના કર્મવિરાંગના જીજ્ઞા શેઠ દ્વારા જનમંગલ સેવા ટ્રસ્ટ અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના માધ્યમથી અનેક લોકોને પગભર બનાવી વડાપ્રધાન ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદ અંશે યશ ભાગી બન્યા છે.

ત્યારે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ ૧૦ મા અભ્યાસ કરતી વઢીયાર પંથક ની દિકરી ધારા રામી નો જીજ્ઞા શેઠે હાથ પકડી તેણીને કોમ્પ્યુટર કલાસ સાથે પીજીડીસીએસાથે ડીસીએ નો કોમ્પ્યુટર કોષૅ કરાવી પોતાની જ સંસ્થા મા નોકરી આપી આત્મનિભૅર બનાવી હતી.

આજે આ દિકરી વઢીયાર પંથકનું ગૌરવ વધારવા ઓસ્ટ્રેલિયા ખાતે જોબ મેળવી આગામી દિવસોમાં વિદેશની ધરતી પર જઈ રહી છે જેને લઈને વઢીયાર પંથકના લોકોની સાથે સાથે જન મંગલ સેવાટ્રસ્ટ અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ પરિવાર સાથે જીજ્ઞા શેઠે ગૌરવની લાગણી અનુભવી પોતાની સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવીને વિદેશ ની ધરતી પર વઢીયાર પંથકને ગૌરવ અપાવવા જઈ રહેલી ધારા રામીનો વિદાય સન્માન સહિત શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જીજ્ઞા શેઠ દ્રારા ધારા રામીને વિવિધમોમેન્ટ સાથે વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સન્માન બદલ ધારા રામીએ પણ હષૅ ભીની આંખે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ પરિવાર સહિત જન મંગલ સેવા ટ્રસ્ટ પરિવાર અને ખાસ કરીને વઢીયાર પંથકની વિરાંગના જીજ્ઞા શેઠનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં જીજ્ઞાબેન શેઠની જેમ વઢીયાર પંથક ના લોકોને મદદરૂપ બનવાની તમન્ના વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઐતિહાસિક રાણકી વાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ..

ઐતિહાસિક રાણકીવાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ.. ~ #369News