fbpx

પાટણ શહેરમાં પાણી જન્ય રોગચાળો વધ્યો ત્રણ સપ્તાહમાં 18000 જેટલા ઈન્ડોર દર્દીઓ પાટણ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા..

Date:

પાટણ તા. 18
પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ત્રણ અઠવાડિયામાં ડેન્ગ્યુ, તાવ ઝાડ ઉલટી ના દર્દીઓ વધ્યા છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં ઉપર ના માળે ઇન્ડોર 125 જેટલા બેડ ભરાઈ જતા 5 જેટલા બેડ બહાર લોબી માં રાખવા માં આવ્યા છે અને ત્યાં બાળકો ને સારવાર આપવામાં આવી રહી છે. પાટણ શહેરમાં ચોમાસુ હવે પૂરું થયું છે ત્યારે એકા એક શહેરમાં વિવિધ રોગો ના કેસમાં અચાનક ઉંછાળો આવ્યો છે અને શહેરમાં પાણી જન્ય રોગો ની સમસ્યા ઉભી થઇ છે.


ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે હાલ છેલ્લા ત્રણ અઠવાડિયાની વાત કરીએ તો બહારના દર્દી અઢાર હજાર જેટલા દર્દીઓએ પાટણ સિવિલ હોસ્પિટલ માં સારવાર લીધી છે. જયારે ત્રણ અઠવાડિયા માં ત્રણ હજાર થી વધુ દર્દીઓએ ઇન્ડોર પેસન્ટ તરીકે સારવાર લીધી છે. પાટણ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા વિવિધ રોગો થી કણસતા દર્દીઓ થી સિવિલ હોસ્પિટલના બેડ ફૂલ દેખાયા હતા. દરેક વોર્ડ ફૂલ થયા છે. પાટણ સિવિલ હોસ્પિટલ માં 125 બેડ ની સુવિધા છે અને તમામ બેડ દર્દીઓથી ભરાઈ ગયા હોય કેટલાક દર્દીઓને બહાર લોબીમાં પણ ખાટલા મુકી સારવાર આપવામાં આવી રહી છે જેમાં મોટા ભાગે નાના બાળકો તાવ ડેન્ગ્યુ ના ઝપટમાં આવેલા હોય તેવા બાળકો ને સારવાર આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં હાલમાં ડેંગ્યુ તાવના અંદાજે 20 થી વધુ કેસ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો હાલ ડેન્ગ્યુ, ડાયરિયા, અને તાવ ના દર્દીઓ પણ વધી રહ્યા છે.


પાટણ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડો. પ્રીતિબેન સોની એ જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ચોમાસા ના ચાર મહિનાની ઋતુ દરમિયાન વાયરલના જે દર્દીઓનો ઘસારો રહેતો હોય છે તે આ મહિના માં પણ ચાલુ છે. આ મહિના ના જો ત્રણ વીક ગણીએ તો આ ત્રણ વિક દરમિયાન ઓપીડીના ટોટલ દર્દીઓ 18,000 જેટલા સીવીલ હોસ્પિટલ માં સારવાર લઈ ચૂક્યા છે તો આ દર્દીઓ પૈકી આઈ પી ડી માં જે દર્દીઓની જરૂરિયાત ઊભી થઈ છે તેવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમા દાખલ કરીને સારવાર આપવામા આવી છે પાટણ સિવિલ હોસ્પિટલ માં લગભગ 3હજાર થી વધુ દર્દીઓ ત્રણ વિકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે.વધુ માં તેમણે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાટણ સિવિલ હોસ્પિટલમાં કમળા નો 1 કેસ , ઝાડ ઉલટી ના 78 કેસ અને ડેન્ગ્યુ ના 48 કેસ નોંધાયા હોવા નું પણ પાટણ સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડ ડોક્ટરે  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે..

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે.. ~ #369News

પાટણ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન સાથે બાળકોમાં ખાંસી, શરદી, તાવ સહિત કુતરા કરડવાના કેસોમાં નોધપાત્ર વધારો..

વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી.. હજયાત્રાએ...

બાથરૂમમાં સ્નાન કરવા ગયેલી યુવતીનો મોબાઇલમાં વિડીયો ઉતારનાર યુવાન સામે યુવતીએ ફરિયાદ નોંધાવી.

પાટણના સુભાષચોક વિસ્તારમાં વણકરવાસની ત્રીજી શેરીમાં બનેલ બનાવને લઈ...