પાટણ તા. ૨૬
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ તાલુકાના અજીમણા ગામની પ્રાથમિક શાળા ખાતે
બાલવાટિકામા 16 બાળકો, ધોરણ 1 માં 17 બાળકો અને ધોરણ 6 માં 3 બાળકો ને કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
અજીમણા પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક ગાંધી નગરના આર.એમ.ડામોર, પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એમ.મેણાત, સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ બી. એસ. દેસાઈ, પૂવૅ જિલ્લા નોધણી નિરિક્ષક હસનભાઈ સુમરા, સંસ્કાર મંડળ અજીમાણા ના પ્રમુખ વરવાભાઈ દેસાઈ, સરસ્વતી તાલુકા આરોગ્ય અધિકારી ડો. પિયુષભાઇ પ્રવેશોત્સવ ના આજીવન તિથિભોજન દાતા આશારામભાઈ દેસાઈ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવેશ મેળવનારા બાળકોને ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણ તરફથી સ્કૂલબેગ,વૉટર બેગ અપૅણ કરવામાં આવી હતી. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સ્ટાફ તેમજ એસ એમ સી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ દેસાઈ સહિત ગામના વડીલો સહિત ગામના પ્રગતિશીલ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી