પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરો વાહનો ખેતરમાં મૂકી ફરાર થયા..
પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો તેમજ સાધનો કબજે કરી આગળની તજવીજ હાથ ધરી..
પાટણ તા. 15
રાજસ્થાન બોર્ડરથી વિદેશી દારૂનો અને બિયરનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા કેટલાક બુટલેગર સક્રિય બન્યા હોવાની ચોક્કસ વાતમી ના આધારે પોલીસ તંત્ર પણ એલર્ટ બની અવાર નવાર આવા વિદેશી દારૂ બિયરના જથ્થાને આબાદ ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા હોય છે.
ત્યારે સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂનો તેમજ બિયર નો જથ્થો ઝડપી લેવામાં ભુજ સાયબર સેલ ટીમ ને સફળતા સાપડી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ સાયબર સેલ ભુજના હેડ કોસ્ટેબ લવિપુલભાઇ ખોડાભાઇ એએસઆઈ નરપતસિંહ સહિત ભુજ સાયબર સેલ પોલીસ સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમા હતા.દરમ્યાન ગાગલાસણ ગામ નજીક આવતાં ખાનગી રાહે બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક બેઝ ગાડી નં જી.જે ૨૭ બી.એલ ૯૩૯૯ ની આગળ પોલીસની વોચ રાખી પાઇલોટીંગ કરે છે અને તેની પાછળ બોલેરો ગાડી નં જીજે ૦૮ એ.ઇ ૯૯૩૫ મા ગે.કા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી તાવડીયા તરફ થઇ મહેસાણા તરફ જનાર છે જે હકીકત આધારે પોલીસ ટીમે ગાગલાસણથી ગણેશપુરા જતા રોડ પર ધારબા માતાના મંદીર પાસે બે પંચોના માણસો ને સાથે રાખી નાકાબંધી સારૂ રોડ પર બ્લોક કરાવતા સદર બન્ને ગાડીઓ પોલીસની વોચને જોઈ બંને ગાડીઓ મંદીર તરફ ભગાડતા બન્ને ગાડીઓનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલકોએ મંદીરની બાજુમા આવેલ ખેતરમા બન્ને ગાડીઓ મુકી એરંડાના વાવેતર વાળા ખેતરમા અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા.
સાયબર સેલ ભુજની ટીમે બને ગાડીઓમા જોતા બન્ને પૈકી બોલેરો ગાડી વચ્ચે ની સીટો તેમજ પાછળની સીટો મા ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બીયરના ટીન ની પેટીયો ભરેલ હોઇ જે સ્થળ પર ગણવી હિતાવય ન હોઇ જે બન્ને ગાડીઓ જે તે સ્થીતીમા પંચો સાથે સિધ્ધપુર પો.સ્ટે લાવી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનની ગણતરી હાથ ધરવામાં આવતા રૂ. 1.61 લાખનો દારૂ બિયર નો જથ્થો અને બે ગાડી કિમંત રૂ. 8 લાખ મળી કુલ રૂ. 9.61 લાખ નો મુદામાલ ભુજ સાયબર સેલ દ્વારા સિધ્ધપુર પોલીસ સ્ટેશને સોંપી આગળ ની તપાસ સિધ્ધપુર પોલીસે ચલાવી રહી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
ભુજ સાયબર સેલ ની ટીમ દ્વારા સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી મોટી માત્રામાં બે વાહનો સાથે ઝડપાયેલા વિદેશી દારૂ બિયરના જથ્થાને લઈને સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.