fbpx

પાટણ રથયાત્રા નો રૂટ વધારવા જિલ્લા પોલીસ વડા સમક્ષ જગન્નાથ ટ્રસ્ટની માંગણી…

Date:

પાટણ તા. 26
ભગવાન જગન્નાથજીની પરંપરાગત તારીખ 7 જુન ના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી 142 મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાનની રથયાત્રાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભકતોનો ધસારો રહેતો હોય પરંતુ શહેરના સાંકડા માર્ગો ઉપર સર્જાતી દર્શનાર્થીઓની ભીડને કારણે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ઘટે તેવી સંભાવના પ્રબળ બની હોઈ ત્યારે આવી ઘટના સર્જાય નહિ તે માટે ચાલુ સાલે રથયાત્રા ના રૂટને લંબાવવા મંદિર ટ્રસ્ટ અને કાર્યકરો દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા સહિત અન્ય પોલીસ અધિકારીઓ સમક્ષ રૂટ વધારવાની માગણી કરી હોવાનું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

તો આ બાબતે વધુ મા તેઓએ જણાવ્યું હતું કે ભગવાનની રથયાત્રા દરમિયાન ખાસ કરીને શહેરના બગવાડા દરવાજા પાસે પાટણના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત પાટણની મોટા ભાગ ની સોસાયટીના રહીશો દર્શનાર્થે મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. અને તેઓ આ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગો, દુકાન ના કઠેડાઓ તેમજ રોડ રસ્તા પર દશૅન માટે કાળજાળ ગરમીમાં કલાકો સુધી પ્રતિક્ષા કરીને ઉભા રહેતાં હોય છે.

તો દશૅન માટે કયારેક ભકતોની ધકામુકી ના દ્રશ્યો પણ સજૉતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ધટના સજૉઈ તેવી સંભાવના સેવાતી હોય છે. તો હજારો ભકતો ની ભીડના કારણે ખિસ્સા કાતરૂઓ પણ પોતાનો કસબ અજમાવતા હોય છે. તો રખડતાં ઢોરો આ માગૅ પર દોડે તો પણ અનેક લોકો ધાયલ થવાની સાથે મૃત્યુ ને પણ ભેટી શકે તેમ હોય ત્યારે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમજ શ્રધ્ધાળુઓ ભગવાન ના શાંતિથી દશૅન કરી શકે તેવા ઉદેશથી રથયાત્રા ને બગવાડા થી રેલવે સ્ટેશન ના પહોળા માગૅ પરથી પસાર કરવા અને રથયાત્રા નો રૂટ બગવાડા થી રેલવે સ્ટેશન, રેલવે ગરનાળા,બી.એમ.હાઈસ્કૂલ,આનંદ સરોવર
થી સુભાષ ચોક સુધી લંબાવવા માટે મંજૂરી આપવા માં આવે તો ફકત સવા કિલોમીટર રથયાત્રા નો રૂટ વધે તેમ છે.

પાટણ મા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નો પરંપરાગત સાડાચાર કિલોમીટર નો ટુકો રૂટ છે ત્યારે ઉપરોક્ત રૂટ વધારવા ની મંજૂરી આપવામાં આવે તો ફક્ત 6 કિલોમીટર નો રૂટ થાય તેમ છે અને આ રૂટ વધારવાની મંજૂરી થી સરકારને કે પ્રસાશન ને પણ કોઈ મુશ્કેલી ઊભી થાઈ તેમ નથી અને સંભવિત હોનારત અટકાવવા આ રૂટ લંબાવવો અત્યંત અનિવાર્ય હોય જેથી જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર અને રાજયના ગૃહ વિભાગ પાસે રૂટ વધારવાની માગણી કરવામાં આવી છે.

જો પોલીસ અને પ્રસાશન અમારી આ વ્યાજબી માગણી નહિ સ્વીકારે તો રથયાત્રા દરમ્યાન કોઈ પણ પ્રકારની સંભવિત હોનારત સજૉશે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રસાશન ની અને સરકાર ની રહેશે તેવું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ૐ જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓ તરફથી રોટી મેકર મશીન અપૅણ કરાયું..

દાતાઓના દાનની સરાહના માટે ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન સમારોહ...

પાટણના સંખારી ખાતે મારી માટી મારો દેશ ગ્રામ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત...