fbpx

સિધ્ધપુર પો.સ્ટે.ના પ્રોહીગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી આખરે ઝડપાયો..

Date:

પાટણ તા. ૨૭
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીને આખરે સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓએ જીલ્લામા નાસતા-ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના તેમજ આપેલ ડ્રાઇવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યા તથા પીઆઈ સિધ્ધપુર જે. બી. આચાર્ય, ના સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પોલીસ સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન ખળી સર્કલ ખાતે આવતાં બાતમી હકિકત મળેલ કે સિધ્ધપુર પો.સ્ટેના પ્રોહિ.ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતાં ફરતાં આરોપી વસંતભાઇ મોહનલાલ અચલાજી ખત્રી ઉ.વ.૪૮ રહે વંદે માતરમ રોડ, સાયોના તીલક ફ્લેટ નં.૫૦૨, અમદાવાદ વાળો ઉપરોક્ત મુજબના ગુન્હાના કામે CRPC કલમ-70 મુજબનું પકડ- વોરંટ ઇશ્યુ થયેલ હોઇ અને સદરી ઇસમ ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો હોઇ જે આરોપી ખળી સર્કલ નજીક ઝમઝમ હોટલ આગળ ઉભેલ હોઇ જે હકિકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ જતાં ઉપરોક્ત ઇસમ મળી આવતાં તેને પકડી સિધ્ધપુર પો.સ્ટે. લાવી તેના વિરૂધ્ધમાં આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સંડેર ગામમાં હાલો ભેરુ ગામડે દ્વિતીય સમર કેમ્પમા બાળકોની મોજ મસ્તી સાથે પ્રારંભ.

પાટણના સંડેર ગામમાં હાલો ભેરુ ગામડે દ્વિતીય સમર કેમ્પમા બાળકોની મોજ મસ્તી સાથે પ્રારંભ. ~ #369News

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસમ પાસેથી મળી આવેલ રોકડ અને મોબાઈલ મૃતક ના પરિવારજનોને સમી 108 ની ટીમ એ પરત કરી..

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈસમ પાસેથી મળી આવેલ રોકડ અને મોબાઈલ મૃતક ના પરિવારજનોને સમી 108 ની ટીમ એ પરત કરી.. ~ #369News

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024

સાંજે 5:00 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લા લોકસભા મતવિભાગ બેઠક...