fbpx

ભગવાન જગન્નાથજી ની 142 મી રથયાત્રા પૂર્વે સૌ પ્રથમ વાર જળયાત્રા નીકળશે…

Date:

પાટણ તા. ૨૭
ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૧૪૨મી રથયાત્રા તા. ૭ જુનના રોજ ભગવાન જગન્નાથજી ના મંદિર પરિસર ખાતેથી નિકળવાની છે ત્યારે ભગવાન ની જળયાત્રાનું અનેરુ મહત્વ હોય છે. પરંતુ પાટણની સરસ્વતી નદી સૂકી ભઠ્ઠ હોઈ છેલ્લા ઘણાં વર્ષોથી આ કાર્યક્રમ થઇ શકતો ન હતો પરંતુ ચાલુ સાલથી રથયાત્રા પૂર્વે તા. ૨ જુલાઇ ૨૦૨૪ ના રોજ પાટણના આનંદ સરોવર પાસે આવેલા ગણેશ આશ્રમ માંથી ભવ્ય જળયાત્રાનું આયોજન રથયાત્રા સમિતિએ કરેલ હોવાનું મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ આચાર્યએ જણાવેલ છે.

કાર્યક્રમની વિગતમાં એવું જાણવા મળે છે કે, પાટણના ગણેશ આશ્રમ ખાતે ૨ જુલાઈના રોજ સવારે ૭-૩૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર જળના પવિત્ર કરણ માટે વિદ્વાન બ્રાહ્મણો થકી ૯૯૯ નદીઓ તેમજ ૬૪ તિર્થ ક્ષેત્રોનું આહ્વાન કરવામાં આવશે. જળના પવિત્રકરણની સાથે સાથે જગત જનની મા જગદંબાનું આહ્વાન કરીને માં ને નિમંત્રણ પાઠવવામાં આવશે. તે માટે નવદુર્ગાના પ્રતિક સ્વરૂપ નવ કુંવાશી દિકરીઓનું પૂજન કરીને માં જગદંબાને રિઝવવા માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની સ્તુતિ કરી શાસ્ત્રોક્ત શ્લોકોનું ગાન કરવામાં આવશે.

તે રીતે માતાજીને આ પ્રસંગે સાક્ષી બનાવવા આહ્વાન કરવામાં આવશે તેમજ મખમલનું કાપડ તેમજ ફૂલોથી અલંકારીત પાલખીમાં ભગવાન જગન્નાથજી પરિવારને જયઘોષ સાથે બિરાજમાન કરવામાં આવશે. ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલરામજી અને માતા સુભદ્રાજીનું પૂજન અર્ચન કરી સવારે ૯-૦૦ કલાકે જય રણછોડ, માખણચોરના ગગનભેદી નારા સાથે કાવડમાં જળયાત્રા પાટણના રાજમાર્ગો ઉપર ઢોલ-નગારા સાથે પ્રસ્થાન થશે.

જે જળયાત્રા ગણેશ આશ્રમથી નિકળીને સુભાષ ચોક, જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોકથી મુખ્ય બજાર માં થઈ ઘીવટા નાકાથી નિજમંદિર તરફ જશે.આ યાત્રા સવારે ૧૧-૦૦ કલાકે મંદિરમાં પહોંચશે બાદમાં ભગવાન નો જળાભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવશે. અભિષેક માટે અભિમંત્રિત જળમાં ઘી, દૂધ, દહીં, સાકર, ગુલાબજળ, કેવડાજળ, યમુનાજળ, કેસર, ચંદન જેવા કુદરતી દ્રવ્યો નાંખીને ભક્તો ભગવાનને રિઝવવા પ્રયત્ન કરશે. આ પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાને આ રથયાત્રામાં જોડાવવા માટે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ રથયાત્રા સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વ્યસન મુક્તિ ની જન જાગૃતિ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી નિકળેલી રેલી શહેરમાં ફરી..

વ્યસન મુક્તિ ની જન જાગૃતિ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી નિકળેલી રેલી શહેરમાં ફરી.. ~ #369News

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું..

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું.. ~ #369News

મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત વડાપ્રધાન દ્રારા વર્ચ્યુઅલ સંબોધન આપ્યું..

પાટણ અને સિધ્ધપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ ના આગેવાનો,...