fbpx

સ્વ.નીલ ઠકકરની પ્રથમ માસિક પુણ્યતિથિ એ તિથિ ભોજન પીરસી જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ માટે મદદરૂપ બનવા પરિવારે ખાતરી આપી..

Date:

પાટણ તા. ૨૯
સ્વર્ગસ્થ નીલ વિપુલભાઈ ઠક્કરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો દ્વારા શહેરની બહેરા મૂંગાની શાળા, જલારામ મંદિર મા તિથિ ભોજન તેમજ શહેરના પીપળાગેટ નજીક દલિત સમાજ ના મહોલ્લામાં કાયૅરત જરૂરિયાત મંદ પરિવારના બાળકોને નિશુલ્ક શિક્ષણ આપતી મંજુબા સંસ્કાર સેવા કેન્દ્ર સંચાલિત મંગુબા ટયુશન કલાસીસમાં શિક્ષણ મેળવવા આવતા તમામ બાળકો અને સ્ટાફ પરિવાર ને અલ્પાહાર પિરસી સ્વ.નીલ વિપુલભાઈ ઠકકર ની ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ સમપિર્ત કરી શ્રધ્ધા સુમન સાથે સ્વ.નીલ ના આત્મા ની શાંતિ માટે કામનાઓ વ્યકત કરી હતી.

મંજુબા ટયુશન કલાસીસ ખાતે આયોજિત આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ મા સ્વ.નીલ ના મોટા પપ્પા અને શહેર ના જાણીતા બિલ્ડર, સેવાભાવી યુવા અગ્રણી લાલેશભાઈ ઠકકરે ખાસ ઉપસ્થિત રહી વિના મૂલ્યે શિક્ષણ આપતી મંજુબા ટયુશન કલાસીસ પરિવારની શિક્ષણ પ્રવૃતિને સરાહનીય લેખાવી અહિ શિક્ષણ મેળવવા આવતાં જરૂરિયાત મંદ પરિવારના બાળકોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી સ્વ.નીલ ઠકકર ના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરી શોકાતુર પરિવારને દિલસોજી પાઠવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પાટણ ના પત્રકાર યશપાલ સ્વામી, જે. કે. મકવાણા સહિત મંજુબા ટયુશન કલાસીસ ના શિક્ષિકા બહેનો અને સ્ટાફ પરીવારે પણ ઉપસ્થિત રહી સ્વ.નીલ ઠકકર ને શ્રધ્ધા સુમન સમપિર્ત  કયૉ  હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

પાટણના સોનીવાડાવિસ્તારમાં ઝટીલ બનેલી ટ્રાફિકની સમસ્યા નિવારવા લાઈન દોરીની માંગ ઉઠી…

વિસ્તારમાં નવ નિર્માણ પામેલા કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની સુવિધા જ નથી.. વેપારીઓ...