google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ બાઇક ચોર ઈસમોને ચોરીના દસ બાઇકો સાથે પાટણ SOG પોલીસે દબોચ્યા..

Date:

પાટણ તા. ૧૭
પાટણ એસ.ઓ.જી ના આધારે બાઈક ચોરીના ગુનાઓમાં સંડાવાયેલા ત્રણ બાઇક ચોર ઈસમોને દસ બાઈકો સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા અને અન ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા કરેલ સૂચના અનુસાર પાટણ SOG પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી.પાટણ ટીમના માણસો ખાનગી વાહનમાં હારીજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, સુરેશ રાવળ હાલ રહે. વિરમગામવાળો અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના જુદા-જુદા વિસ્તારો માંથી વાહનો ચોરી લાવી હારીજ તાલુકાના બુડા ગામના જીગર કુવરજી ઠાકોરવાળાનો સંપર્ક કરી અશોક ઠાકોર નામના ગેરેજવાળાને તથા અન્ય જગ્યાએ આ ચોરીના વાહનો આપે છે

અને ત્રણેય જણ હાલમા હારીજ હાઇવે રોડ ઉપર આવેલ જનતા પેટ્રોલપંપ ની બાજુમાં આવેલ જય ગોગા નામની ઓટો ગેરેજ ઉપર હાજર છે જેથી સદરી જગ્યાએ જઇને તપાસ કરતાં ગેરેજમાં કેટલાક મો.સા. તથા એક્ટીવા મળી આવતા તે વાહનોના સાધનીક કાગળો તથા વાહનના માલીકીપણા સંબંધે ગેરેજ માલીકને પુછતા પોતે કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી અને ગલ્લા-તલ્લા કરતો હોઇ ત્રણેય ઇસમોને અલગ અલગ રાખી યુક્તી-પ્રયુક્તી થી પુછપરછ કરતાં સુરેશ રાવળ નામનો ઇસમ અમદાવાદથી બાઇકો ચોરી લાવી હારીજના જીગર ઠાકોર તથા ગેરેજ વાળા અશોક ઠાકોર ને સસ્તા ભાવે આપેલ હોવાની હકીકત જણાઇ આવેલ જે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના કુલ મોટર સાયકલ અને એક્ટીવા નંગ-૧૦ કિ.-૨,૮૫,૦૦૦ ના મળી આવતા તેઓની વિરુદ્ધ બી. એન. એસ. એસ કલમ-૧૦૬ મુજબ બાઇક એક્ટીવા કબ્જે કરી તથા બી. એન. એસ. એસ કલમ -૩૫(૧)(ઇ) મુજબ ઇસમોને અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ હારીજ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. તો આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી વસીમ રહે.કડી જી. મહેસાણા, કેતનજી ટીનાજી ઠાકોર રહે કાણેટી તા.સાણંદ જી. અમદાવાદ ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા  મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ હાર્ટ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન.

પાટણ હાર્ટ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન. ~ #369News

યુનિવર્સિટી કેમ્પસમાં કેબીનેટ મંત્રી ના વરદ હસ્તે કતૅવ્ય સ્તંભ નું લોકાર્પણ કરાયું..

કતૅવ્ય સ્તંભ વિધાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર નિમૉણ માટે નવી...