google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સોનીવાડાવિસ્તારમાં ઝટીલ બનેલી ટ્રાફિકની સમસ્યા નિવારવા લાઈન દોરીની માંગ ઉઠી…

Date:

વિસ્તારમાં નવ નિર્માણ પામેલા કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની સુવિધા જ નથી..

વેપારીઓ દ્રારા દુકાન આગળ ગેરકાયદેસર ના ઓટલા બનાવી વાહનો પાકૅ કરાઈ રહ્યા છે.

પાટણ તા. 31 પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં નવનિર્માણ પામેલા કોમ્પ્લેક્સો મા કોમ્પ્લેક્સોના માલિકો દ્રારા કોઈપણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી ન હોવાના કારણે અને વેપારીઓ દ્રારા પણ પોતાની દુકાનો આગળ ગેરકાયદેસર ના ઓટલા બનાવી તેની આગળ પોતાના વાહનો પાકૅ કરતાં હોવાના કારણે સોનીવાડા વિસ્તારમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જઈ રહી છે. ત્યારે સોનીવાડા વિસ્તાર માથી પસાર થતાં વાહનો દ્રારા અવાર નવાર ટ્રાફિક ની સમસ્યા સજૉતા માગૅ પર થી પસાર થતાં રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તો ક્યારેક ટ્રાફિકના કારણે વેપારીઓ અને વાહન ચાલકો વચ્ચે ચકમક પણ ઝરતી હોય છે.

થોડા વર્ષો પૂર્વે પાટણ નગરપાલિકા દ્વારા સોનીવાડા વિસ્તારમાં લાઈન દોરીની અમલવારી લાવવામાં આવી હતી ત્યારે વેપારીઓએ પોતાની દુકાનો ના ગેરકાયદેસરના દબાણો સ્વૈચ્છાએ દૂર કરી માર્ગોને પહોળા કર્યા હતા.પરંતુ પાલિકા તંત્રની પણ આરંભે સુરા જેવી કામગીરી બાદ લાઈન દોરીની કામગીરી સ્થગિત થતા પુનઃ સોનીવાડા વિસ્તારમાં વેપારીઓ દ્વારા મન ફાવે તેમ ગેરકાયદેસરના દબાણો નો રાફડો ફાટી નીકળ્યો હોય તો આ વિસ્તારમાં નવીન બનાવેલા કોમ્પ્લેક્સોના માલિકો દ્વારા પણ કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા અને વેપારીઓ દ્વારા પણ પોતાના વાહનો માર્ગો પર આડેધડ પાકૅ કરાતા હોવાના કારણે સોનીવાડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બનવા પામી છે.

ત્યારે આ વિસ્તારમાં રહેતા પરિવારના કોઈ સભ્ય બીમાર પડે અને ઈમરજન્સીમાંતેઓને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડે ત્યારે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકે તેવી પરિસ્થિતિ ન હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સોનીવાડા વિસ્તારમાં લાઈન દોરીની અમલવારી કરી સાંકડા બનેલા માર્ગો ખુલ્લા કરવા જોઈએ તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ડૉ. આંબેડકરના 67 મા મહા નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

જિલ્લા હોમગાડૅ યુનિટ દ્રારા રેલી નું આયોજન કરવામાં આવ્યું..પાટણ...