fbpx

નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ પ્રસંગે ડો. વ્યોમેશ શાહે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ને તલવાર અપૅણ કરી અભિવાદન કર્યુ..

Date:

પાટણ તા. ૧
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી વિનાયકરાવજી દેશપાંડે, નાયિકા દેવી ફિલ્મ મા નાયિકાદેવી નો રોલ ભજવનાર જાણીતી એક્ટ્રેસ ખુશી શાહ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પાટણના જાણીતા ગાયનેક તબિબ અને ગર્ભાશયના ટાંકા વગરની આગવી ટેક્નિક વિકસાવી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી પાટણ સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવી લોકોનો પ્રેમ સંપાદન કરનાર સેવાભાવી ડો.વ્યોમેશ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ની ખાસ ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ને સન્માનિત કરવાનો લ્હાવો પ્રાપ્ત થતાં તેઓએ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ને શુરવીરો ની પ્રતિકૃતિ સમાન તલવાર ની ભેટ અર્પણ કરી અભિ વાદન કરવામાં આવતાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતો તેઓની ભેટ સહષૅ સ્વિકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડો. વ્યોમેશ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી વિનાયક રાવજી દેશપાંડે અને નાયિકાદેવી ફિલ્મ ની અભિનેત્રી ખુશી શાહ નું પણ પ્રણામ સાથે અભિવાદન  કર્યુ  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

બાલુવા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ફુલ સ્કેપ ના ચોપડા ઓનું વિતરણ કરાયું..

ડો.વ્યોમેશભાઈ શાહ અને તેમના સુપુત્ર ચિ.ડો.દીપ શાહ ની શૈક્ષણિક...