google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના ઉઝા ત્રણ રસ્તા નજીક ખુલ્લી ભૂગર્ભ ગટર લાઈનમાં નંદી ખાબક્યા..

Date:

જીવદયા પ્રેમીઓને જાણ થતાં ધટના સ્થળે દોડી આવીને ક્રેનની મદદથી નંદી મહારાજ ને સહિ સલામત બહાર કાઢયા..

પાલીકા તંત્ર દ્વારા શહેરમાં ખુલ્લી ભૂગર્ભ ગટર ની ચેમ્બરો ઉપર તાત્કાલિક ઢાંકણા ફીટ કરવામાં આવે તેવી માગ ઉઠી..

પાટણ તા. 4
પાટણ નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તુટેલા ભૂગર્ભ ગટર ના ઢાકણોઓ બદલી ને સમય મયૉદા મા નવીન ઢાકણોઓ ફીટ નહિ કરાતા અવાર નવાર આવી ખુલ્લી ભૂગર્ભ ગટર મા રાત્રીના સમયે અબોલ જીવો સહિત માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનતા હોય છે ત્યારે શુક્રવારે મોડી રાત્રે શહેરના વોર્ડ નંબર 5 મા આવેલ સત્યમ નગર સોસાયટી આગળ માતરવાડી રોડ ઉપર ભૂગર્ભ ગટર નું ઢાંકણું તૂટી ગયેલ હોવાથી ખુલ્લી ગટર મા નંદી પટકાતા અને આ બાબતની જીવદયા પ્રેમીઓને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવીને ક્રેનની મદદથી મહા મુસીબતે નંદી મહારાજ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે બનતા આવા બનાવોને લઈ ઉપસ્થિત લોકો મા પાલીકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી ત્યારે આવા અકસ્માતમાં કોઈ ની જિંદગી હોમાઇ તે પહેલા પાલીકા દ્રારા આવા તુટેલા ભૂગર્ભ ગટર ના ઢાકણોઓ સત્વરે બદલી ખુલ્લી ભૂગર્ભ ગટરોને સુરક્ષિત બનાવવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જાળેશ્વર પાલડી ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ નું જિલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું…

પાટણના જાળેશ્વર પાલડી ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ નું જિલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું… ~ #369News

યુનિવર્સિટી દ્વારા 150 પરીક્ષા કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ કરાયો..

ત્રણ સેશનમાં અંદાજિત 80000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે..પાટણ...

પાટણ બ્રહ્માકુમારી સેન્ટર અને બાલીસણા હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગમાં સૌથી શ્રેષ્ઠ રાજયોગ છે : નીલમદીદી.પાટણ તા. ૨૧પાટણ...