રાધનપુર પંથકમાં SDRF ના જવાનોની એક ટીમ આપતી ને પહોચી વળવા તમામ સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રખાય..
પાટણ તા. 12
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને રાધનપુરમાં SDRF ની ટીમ ને તમામ પ્રકારના સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઉડ ઝડપે પવન ફૂંકાવવાની સાથે વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે.
તો હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં તેની અસર જોવા મળતા સોમવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ ડી આર એફ ના જવાનોની એક ટીમને તમામ પ્રકારના રાહત બચાવના સાધન સામગ્રી સાથે ઉતારવામાં આવી છે અને જવાનોને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.