fbpx

પાટણ શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં..

Date:

પાટણ તા. 2
પાટણ શહેર સહિત પંથકમાં છેલ્લા મંગળવાર વહેલી સવારથી પડતાં વરસાદી ઝાપટા ના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા તો જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતાં લોકો ની હાલાકીઓ ઉભી થવા પામી હતી.વરસાદ ના કારણે કામ અર્થે નીકળેલ લોકો ને છત્રી અને રેનકોટ પહેરીને નીકળવાની ફરજ પડી હતી.

પાટણ શહેર માં વહેલી સવાર થી વરસાદ વરસતા શહેર ના ગાંધીની ની પ્રતિમા પાસે ના રેલવે ગરનાળા માં પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા . તો કેટલા મોટા વાહનો રેલવે ગરનાળા માંથી જોખમ ખેડી ને પસાર થતા જોવા મળ્યા હતા.તો કેટલા રાહદારીઓ પણ ગરનાળા માં બનાવેલી ચાલી પરથી જોખમી રીતે બહાર આવતા નજરે પડી રહ્યા હતા.

બીજી તરફ શહેર ના કોલેજ રોડ પર ના અંડર પાસ માં સામાન્ય પાણી ભરાયા હતા પણ અંડર પાસે બહાર ન ભાગે ઢીંચણ સમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો અને શાળા કોલેજ ના બાળકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો તો કેટલાક વિદ્યાર્થીઓની સ્કૂલ રીક્ષા બંધ થઈ જતા ધકકા મારીને પાણી માંથી બહાર કાઢવી પડી હતી.

પાટણ કોલેજ કેમ્પસ ના રેલવે અંડર પાસ પાસે ભરાયેલ પાણી ની પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે સ્થળ નિરીક્ષણ કરી પાણીના નિકાલ માટે પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડત ને ધટના સ્થળે બોલાવી પાણી નિકાલ ની વ્યવસ્થા બાબતે અવગત કરતાં ચિફ ઓફિસરે નગર પાલિક સ્ટાફ અને રેલવે વિભાગ ના એન્જીનિયર સાથે રહી પાણી ના નિકાલ માટે પાલિક ના જેસીબી ની મદદ થી કેનાલ બનાવી પાણી નિકાલ ની વ્યવસ્થા કરતાં લોકો એ રાહત અનુભવી હતી.

પાટણ શહેર ની કે.કે.ગલ્સ હાઈસ્કૂલ ,પારેવા સર્કલ, સિદ્ધપુર ચોકડી, સરદાર કોમ્પલેક્સ, બી. એમ. હાઈસ્કૂલ , આનંદ સરોવર રોડ સહિત સરદારબાગ, બુકડી સહિતના નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા.શહેર વોર્ડ નંબર 8 માં લાખેશ્વર મહાદેવ પાસે, લાખુખાડ માં ચાલુ વીજ વાયર તૂટતાં ગૌમાતા નું મોત થયું હતું .

પાટણ શહેરના લીલીવાડી, નારી હોસ્પિટલ ના નાળા પાસે, ગોલ્ડન ચોકડી, અંબાજી નગર ચોકડી, અંબાજી નેળિયું, રેલ્વે ગરનાળા, પ્રાંત કચેરી, પદ્મનાભ ચોકડી, કર્મ ભૂમિ,આનંદ સરોવર, શ્રીનગર સોસાયટી , માહી રેસીડેન્સી, ભાજપ કાર્યાલય પાસે ઇન્દ્રપુરી સોસાયટી સહિતના વિસ્તારો ની પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર એ નગર પાલિકાની બાંધકામ ની ટીમ સાથે રાખી રૂબરૂ મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી સહિતની સમસ્યાના નિરાકરણ માટે કમૅચારીઓને સુચિત કયૉ હતા.

પાલિકા પ્રમુખ ની વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત દરમિયાન પક્ષના નેતા દશરથજી ઠાકોર, નગર સેવક જયેશભાઈ પટેલ, ચીફ ઓફિસર, બાંધકામ વિભાગના મોનીલભાઇ, બાંધકામ સુપર વાઇઝર જગદીશભાઈ ભીલ, વોર્ડ ઇન્સ્પેકટર ભીખાભાઈ, એસ.આઇ કરણભાઇએ સાથે રહી નીચાણ વાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી ના નિકાલ માટે ટીમ કામે લગાડી હતી.

પાટણ શહેર સહિત જિલ્લા માં સવારે 6 વાગ્યા થી સાજ સુધીમાં સાંતલપુર 6 mm, રાધનપુર 13 mm, સિદ્ધપુર 50 mm, પાટણ 43mm, હારીજ 9 mm, સમી 20 mm, ચાણસ્મા 41 mm, શંખેશ્વર 20 mm, સરસ્વતી 45 mm વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ની સત્યાપન બેઠક યોજાઈ..

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની સત્યાપન બેઠક યોજાઈ.. ~ #369News

પાટણ રાજપૂત સમાજ દ્વારા સમૂહમાં શસ્ત્ર પૂજન કરાયું..

પાટણ તા. 24પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા મંગળવારે વિજયાદશમી...

કેન્દ્રિય બજેટમાં ગુજરાતને અનેક મોટા પ્રોજેકટ આપ્યા છે : ભાજપ પ્રવકતા..

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ અંતર્ગત પ્રેસ વાર્તા તેમજ પ્રબુદ્ધ નાગરિક...