પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકો
ને નોટિસ ફટકારી મકાન ઉતારી લેવા ફરજ પાડે..
પાટણ તા. ૨
પાટણ શહેરમાં મંગળવારે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદ ના કારણે શહેરના ભીડભંજન હનુમાન મંદિર નજીક વર્ષોજૂના જર્જરીત બનેલ મકાનની છત ભેજ ના કારણે ધરાશાયી થતાં આજુ બાજુ ના રહીશો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ નગરપાલિકા વિસ્તારના જજૅરિત બનેલ મકાન ની છત વરસાદમાં ધરાશય બની હોવા ની ધટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહત અનુભવી હતી.
પાટણ શહેર નાં ધણા વિસ્તારમાં જજૅરિત બનેલા મકાનો પડવાનાં વાકે ઉભા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા જજૅરિત મકાનોનાં માલિકોને નોટિસ ની બજવણી કરી મકાન ધરાશયી બને તે પહેલા ઉતારી લેવાની ફરજ પાડે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.
અહેવાલ યશપાલ સ્વામી