fbpx

ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં સૌપ્રથમવાર સંસ્કૃતના ઉચ્ચારણો સાથે શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા કરાઈ..

Date:

31 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 21 યજમાનો એ કથાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા. ૩
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી તારીખ 7 જુલાઈને અષાઢી બીજ ના પવિત્ર દિવસે બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ચાંદી મઢીત ત્રણ રથમાં બિરાજમાન બની ભગવાનજગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાજી નગર ચયૉ એ નીકળવાના હોય જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિ ના સેવક ગણમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે.

ત્યારે ભગવાન જગન્નાથજીની 142 મી નગરચર્યા ને લઈને આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવો પૈકી મંગળવારે રાત્રે 8 થી 11 કલાકના સમયે મંદિર પરિસર ખાતે 31 વિદ્વાન બ્રાહ્મણો અને 21 યજમા નોના યજમાન પદે ભગવાન શ્રી સત્ય નારાયણની સંસ્કૃતના ઉચ્ચારણો સાથે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર જગદીશ મંદિર ખાતે આયોજિત કરાયેલ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથેની સંસ્કૃત મય શૈલીમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા નું રસપાન કરવા મોટી સંખ્યા માં પાટણની ધર્મપ્રેમી જનતા સહિત યજમાન પદ નો લ્હાવો લેનાર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભકતો સહિત વિદ્વાન ભૂદેવોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય
એ ટ્રસ્ટ પરિવાર વતી આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર શહેરમાં પાણીનો કેરબો રાખવા મામલે બે લારી ધારકો બાખડતા 6 ઇસમો સામે ફરિયાદ…

પાટણ તા. ૧૩પાટણ જિલ્લાના રાધનપુરમાં ખાણી પીણી નાસ્તાની લારી...

યુનિ.દ્રારા લેવામાં આવનાર ડેન્ટલની પરીક્ષાની તારીખ લંબાવાઈ..

તા. 6 ઓગસ્ટના બદલે હવે તા. 21 ઓગસ્ટથી પરિક્ષા...

પાટણ તાલુકાના બાલીસણા સ્કૂલોના વિધાર્થીઓને મિષ્ટ ભોજન પિરસાયું..

પાટણ તાલુકાના બાલીસણા સ્કૂલોના વિધાર્થીઓને મિષ્ટ ભોજન પિરસાયું.. ~ #369News