google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં એક જ રાતમાં ચાર દુકાનોનો સટર તૂટ્યા.

Date:

કરિયાણાની દુકાન અને પાર્લર માંથી રોકડ રકમ અને ચીજ વસ્તુ મળી ₹35,000 ની મતા ચોરી તસ્કરો પલાયન..

ટેલર ની દુકાન અને ભંગારના ગોડાઉન માંથી તસ્કરોને ફોગટ ફેરો પડ્યો: પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ તા. 21 પાટણ શહેરમાં તસ્કરોનો ત્રાસ દિવસે દિવસે વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.થોડા દિવસ પહેલા પાટણ શહેરના મેઈન બજારમાં બે સોની ની દુકાનમાં ચોરી નો પ્રયાસ કરાયો હતો. ત્યારે રવિવારે રાત્રે પાટણ શહેર ના ગાયત્રી મંદિર નજીક ગોપાલ કોમ્પ્લેક્સ માં આવેલ જલારામ કન્ઝ્યુમર અને નેન્સી ટેલર્સ સહિત તેની સામે આવેલ બાલાજી પાર્લર અને એક પસ્તી ભંગારના ગોડાઉનમાં તસ્કરો હાથ સાફ કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેર અને જિલ્લા માં અવાર નવાર ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર નજીક ગોપાલ કોમ્પલેક્ષમાં રવિવારે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ જલારામ કન્ઝ્યુમર દુકાન માંથી રૂ. 5,000 રોકડ, 10,000 ની કિંમત ના બદામ કાજુ મરીમસાલા, લવિંગ,સહિતની કરિયાણુ મળી અંદાજે રૂ.25 હજારની ચીજ વસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આજ કોમ્પલેક્ષમાં નીચે આવેલ નેન્સી ટેલર્સ દુકાનમાં શટર ઊંચું કરી દુકાનના ખાના ફંફોસ્યા હતા પરંતુ તસ્કરો ને કંઈ મળ્યું ન હતું. ત્યારબાદ સામે આવેલ બાલાજી પાર્લર માંથી રૂ. 5,000 રોકડ અને સિગારેટના પેકેટનો રૂ.5000 નો મુદ્દા માલ ચોરી કરી બાજુમાં આવેલ પસ્તી ભંગાર ના ગોડાઉન નું પણ તસ્કરોએ શટર તોડ્યું હતું જો કે કંઈ હાથ લાગ્યું ન હતું.આ ઘટનાની દુકાનદર વિનોદભાઈ ઠક્કરે વિગતો જણાવતાં કહ્યું હતું કે અમારા વિસ્તારમાં પાંચ જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે જેમાં પોતાની બે દુકાનના શટર ઉંચા કરી રૂ.5 હજાર રોકડા અને રૂ. 25,000 નું કરિયાણુ સહિત ચીજ વસ્તુઓ તસ્કરો ચોરી ગયા છે.

તો નીચે નેન્સી ટેલર્સ ની દુકાનનું શટર તોડી ઊંચું કરી અંદર પ્રવેશી ખાના ફંફોસ્યા હોવાનું જણાવ્યું હતું.તો બાલાજી પાર્લર ના માલિક જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી દુકાનમાંથી 5000 રોકડ અને સિગારેટ નો રૂ. 5,000 નો માલ ચોરી થઈ હોવાનું જણાવી બાજુમાં પસ્તી ભંગારનું ગોડાઉનનુ શટર પણ ઉચું કરી તોડ્યું હતું પણ કાંઈ મળ્યું ન હતું આમ અંદાજે ચાર દુકાનો માંથી તસ્કરો રૂ 35,000 ની ચોરી કરી પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ બાબતે પોલીસ ને જાણ થતાં તપાસનાં ચક્રો ગતિમાન કયૉ છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અમદાવાદમાં 28 મી એ IPL ની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓ ની મજા બગાડી શકે છે

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે ~ #369News

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...