તસ્કરો એ ઘરમાં પડેલ તિજોરી ના તાળા તોડી રૂ.૫૦ થી ૬૦ હજારની રોકડ સહિતની ચીજ વસ્તુ ચોરી ફરાર થયા..
પાટણ તા. ૩
પાટણ શહેરના કોલેજરોડ પરની સિધ્ધરાજ નગર સોસાયટીમાં બ્લોક નંબર ૩૨- એ.માં રહેતા જાણીતા બિલ્ડર અને રાજકીય આગેવાન લાલેશ ભાઈ ઠક્કરના બંધ મકાનમાં મંગળવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ મકાનનું મેઇન દરવાજાનું તાળું તોડીને મકાન અંદર પ્રવેશી અંદરના રૂમમાં આવેલ તિજોરી કબાટોના તાળા તોડીને અંદાજીત રોકડ રકમ રૂ. ૫૦ થી ૬૦ હજાર તેમજ અન્ય ચિજ વસ્તુઓની ચોરી કરી ફરાર થયા હોવાની જાણ બુધવારે રોજિંદા નિયમ મુજબ કામવાળાબેન બપોરે 12 વાગ્યાના સમયે ઘરકામ માટે આવતા તેમણે ઘરનું તાળું તૂટેલું જોતા લાલેશભાઈ ને જાણ કરતા તેઓ અમદાવાદ હોય તેમના મોટાભાઈ જગદીશભાઈ ઠક્કર અને પરિવારજનોને તેઓએ ચોરીની ધટના અંગે જણાવતા તેઓ પરિવાર સાથે લાલેશભાઈ ના ધરે દોડી આવ્યા હતા.
અને મકાન ખોલીને જોતા અંદરના ભાગમાં તિજોરી અને અન્ય કબાટ તોડી તેના ખાના તોડીને માલ સામાન વેરવિખેર પડેલ જોવા મળતા તેઓએ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી હતી. અને ઘરમાં તેમજ આસપાસમાં તપાસ કરી હતી.
જોકે જાણવા મળ્યા મુજબ આટલી મોટી સોસાયટીમાં મેઈનગેટ થી લઈને સોસાયટી અંદર ક્યાંય સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાનું જોવા મળ્યું હતું જે બાબત પણ લોકોમા ચર્ચાસ્પદ બની હતી.
જાણવા મળ્યા મુજબ લાલેશભાઈ ઠક્કર છેલ્લા કેટલાક દિવસોથી ધંધા અર્થે અમદાવાદ ખાતે હતા અને તેમના પરિવારના સભ્યો પાટણમાં તેમના નાના ભાઈ વિપુલભાઈના ત્યાં હતા જેથી મકાન થોડા દિવસ થી બંધ હતું તેની તકનો લાભ લઈને કોઈ જાણભેદુ કે અન્ય કોઈ ચોર ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો અને તિજોરીમાં રહેલ અંદાજીત રોકડ રકમ રૂ. ૫૦ થી ૬૦ હજાર સહિત અન્ય ચિજ વસ્તુઓની ચોરી કરી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. તો પોલીસે પણ ચોરીનાં બનાવને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવા સીસીટીવી કેમેરા સહિત ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી