પાટણ તા. 9 પાટણ તાલુકાના સંખારી ગામે શનિવારે સમુબેન અન્નપૂર્ણા ભવન નું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે સમસ્ત રબારી સમાજના ભાઈઓની વાડી આવેલી છે આ વાડીમાં રબારી સમાજના અનેક દાતાઓ દ્વારા ભોજનાલય, પાણીની પરબ,શેડ સહિત જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે સંખારી ગામના ભુરાભાઈ ખુરશીભાઈ દેસાઈ પરિવાર દ્વારા સમાજ વાડીમાં તેમના ધર્મપત્ની સમુબેનના નામથી અન્નપૂર્ણા ભવનની ભેટ આપવામાં આવી છે.
જેનું પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મહેમદપુર ગામના વતની કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ડેલિકેટ દિલીપભાઈ ભલાભાઇ દેસાઈ,રમેશભાઈ વકીલ, ગામના માજી ઉપસરપંચ અશોકભાઈ દેસાઈ, હરગોવનભાઈ દેસાઇ,મોતીભાઈ સોકાભાઈ દેસાઇ,સકરભાઈ હલુભાઇ દેસાઈ,રાજુભાઇ મોહનભાઇ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના યુવાનો,વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી