fbpx

પાટણના સૃષ્ટિ હોમ માથી ભારત-સાઉથ આફ્રીકા ની મેચ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ચાર સટોડિયા ઝડપાયાં…

Date:

પાટણ તા. ૨૦
પાટણ શહેરમાં ક્રિકેટના સટોડીયાઓ દ્વારા ઓનલાઈન ક્રિકેટના સટ્ટા રમાતા હોવાની બાતમી આધારે પાટણ એસઓજી અને એલસીબી ની સંયુક્ત ટીમે શહેરના વાળનાથ ચોક નજીક આવેલ સૃષ્ટિ હોમ મા ઓચિંતો છાપો મારી ચાર સટોડીયા ઓને ઓનલાઇન કિક્રેટનો સટ્ટો રમતા આબાદ ઝડપી લઈ ૨૭ મોબાઇલ,બે લેપટોપ સહિત ના રૂ.૨, ૫૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી ઓનલાઇનક ક્રિકેટ ના સટ્ટામાં સંકળાયેલા ૧૩ જેટલા સટોડીયાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવીન્દ્ર પટેલ દ્વારા શહેર અને જિલ્લા માથી પ્રોહી-જુગાર ની બદીને ડામી દેવા કરેલ સુચના અનુસંધાને એસઓજી તથા એલસીબી ની સંયુક્ત ટીમે તપાસના ચક્રો ગતિશીલ બનાવી પાટણ ટાઉન વિશ્વતારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે એક ઈસમ નામે પુજારા વિશાલકુમાર બાબુભાઇ રહે. ૧૪ ષૃષ્ટી હોમ્સ સોસાયટી, ગોવર્ધન ટાઉનશીપ પાસે વાળીનાથ ચોક નજીક પોતાના રહેણાંક મકાન માં હાલમાં રમાતી સાઉથ આફીકા અને ભારત વચ્ચેની વન-ડે ક્રિકેટ ની મેચમાં અલગ અલગ ક્રિકેટ સટ્ટા ની આઇ.ડી. દ્વારા ગ્રાહકો પાસે ક્રીકેટનો સટ્ટો પોતાના આર્થીક ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે રમાડે છે.

જે બાતમી હકીકત આધારે બન્ને ટીમે સંયુક્ત રીતે હકીકત વાળી જગ્યાએ ઓચિંતો છાપો મારતા ચાર ઇસમો ચાલુ હાલત મા ક્રિકેટનો સટ્ટો રમતા આબાદ ઝડપાઈ જવા પામ્યાં હતાં.પોલીસ હાથે ઝડપાયેલા સટોડીયાઓમા પુજારા વિશાલકુમાર બાબુભાઇ રહે-૧૪, સુષ્ટી હોમ્સ સોસાયટી વાળીનાથ ચૌક સેડ પાટણ, ઠક્કર સચીન કુમાર પ્રફુલચંદ્ર રહે- યસ ટાઉનશીપ અંબાજી નેળીયુ પાટણ મુળ રહે-હારીજ ત્રણ દરવાજા પાસે,રાજપુત નીલ નીલેષ ભાઈ રહે-શીશ બંગલોઝ ટેલીફોન એક્ષચેંજ રોડ,પાટણ અને રાજપુત જીતુસિંહ અમરસિંહ રહે ભદ્રકાળી સોસાયટી જુની કાળકા મંદીર સામે રાણકીવાવ રોડ પાટણ હોવાનું જણાવ્યું હતું.

આ ઓનલાઇન ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલ અન્ય ૧૩ સટોડીયાઓ પૈકીના નીખીલ ઠક્કર પાલનપુર,કિરણ હેદરાબાદ, ભોલો ડાયમંડ થરા, કમલેશ કે.ટી જાપાન રહે પાટણ મલ્હાર બંગલોંજ હાંસાપુર રોડ પાટણ, જતીન રહે- પાટણ,મયુર ઠક્કર એમ કે અમદાવાદ,રાજેશ ઠક્કર હારીજ હાલ રહે.વિઠ્ઠલ વિલા પાટણ, બિટ્ટુ ઠક્કર ડીસા, જીગર વાપી, વિનાયક દુબઇ,આનંદ બોમ્બે, જોન્ટી અમદાવાદ અને રામ કેશોદ સામે પણ પાટણ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સમર કેમ્પ માં ડૉ. આશુતોષ પાઠક દ્રારા સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર પ્રવચન યોજાયું

રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સમર કેમ્પ માં ડૉ. આશુતોષ પાઠક દ્રારા સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર પ્રવચન યોજાયું ~ #369News

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી..

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી.. ~ #369News