fbpx

પાટણનાં મોતિસા દરવાજા બહાર આવેલ શ્રી ખોડીયાર માતાજી મંદિર ના 70 મા પાટોત્સવનો જળયાત્રા સાથે પ્રારંભ..

Date:

પાટણ તા. 6
પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજી મંદિર ના 75 માં પાટોત્સવ નિમિતે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ તથા સહસ્ત્ર કલશાત્મક મહા અભિષેક નું અયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય કળશ યાત્રા મંદિર પરિસર ખાતેથી નીકળી હતી.જેમાં મોટી સંખ્યાઓ પાટીદાર સમાજ ના લોકો જોડાયા હતા.

પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજી મંદિર ના 75 માં પાટોત્સવ નિમિતે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ તથા સહસ્ત્ર કલશાત્મક મહા અભિષેક ના પ્રથમ દિવસે મંદિર પરિસર માંથી ભવ્ય જળયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ભાઈઓ, બહેનો અને વડીલો બાળકો અને યુવાનો જોડાયા હતા જેમાં બાળકીઓએ માથે કળશ ધારણ કરી જળયાત્રા મા જોડાઈ હતી.

આ જળયાત્રા મંદિર પરિસર માંથી નીકળી બળિયાપાડા,રાજકાવાડ, લોટેશ્વરચોક થઈ ઝીણી પોળ, ભૂતનાથ નો અખાડો,મોતીશ દરવાજ5 થઈ નિજ મંદિર પરત ફરી હતી. ત્યાર બાદ યજ્ઞ પ્રારંભ મંડપ પ્રવેશ ,દેવતા પૂજન અને અગ્નિ સ્થાપન વિધિ યજમાન પરિવાર પ્રકાશ ભાઈ હીરાભાઈ પટેલ પરિવાર સહિત યજમાનો ના હસ્તે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કર્યો હતો. આવતી કાલે અષાઢી બીજે માતાજી ના 75 મા વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય યજ્ઞ યોજાશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે મિટિગ મળી

જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે મિટિગ મળી ~ #369News

સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવા ના અવસરે પાટણ જિલ્લા માં થઈ રહી છે સ્વાગત સપ્તાહ ની ઉજવણી…

સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ જિલ્લામાં થઈ રહી છે સ્વાગત સપ્તાહ ની ઉજવણી… ~ #369News