google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે આત્મ હત્યા કરી..

Date:

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું..

પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. 15 બેકારી અને મોંઘવારીને કારણે અનેક નવ યુવાનો નાસીપાસ થઈ આત્મહત્યા કરતા હોવાના બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવા જ એક પાટણના મુસ્લિમ યુવાને શનિવારે બપોરે અગમ્ય કારણોસર પોતાના જીવન થી નાસીપાસ થઈ ને શહેર ના નીલમ સિનેમા વિસ્તાર માં આવેલ એક બંધ ડેલામાં પોતાની જાતે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના નિલમ સિનેમા થી મોટી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ ચંદન મસાલા વાળા ના બંધ ડેલા ની અંદરના ભાગે મુસ્લિમ પરિવાર ના યુવાને પોતાની જાતે જ ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા અને આ બનાવની જાણ વિસ્તારમાં રહેતા રહિશો ને થતાં લોકો ના ટોળે ટોળાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.તો બનાવની જાણ પોલીસ ને કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી તેનું પંચનામું કરી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનનાં પરિવારજનોને જાણ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આત્મ હત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લેનાર મુસ્લિમ યુવકનું નામ હમીદ શબ્બીર ખાન પઠાણ ઉ.વ.19 રહે. પનાગર વાડા હોવાનું તેમજ તે અસ્થિર મગજ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ત્રિભુવન વિધાલય લણવા નાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન યોજાયું..

ત્રિભુવન વિધાલય લણવા નાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન યોજાયું.. ~ #369News

પાટણ જાળેશ્વર મહાદેવના આભૂષણો ના પટારાની વાજતે ગાજતે ટ્રેકટરમાં શોભાયાત્રા નિકળી..

આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસ સ્થાને વિશેષ પૂજા વિધી...

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું..

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું.. ~ #369News