google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાની થઈ રહેલ મહેર..

Date:

પાટણ તા. ૨૮
હવામાન વિભાગની આગાહીના પગલે સતત એક સપ્તાહથી પાટણ શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા ની સમસ્યાઓ સર્જાઓ પામી છે તો વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણી ના નિકાલ માટે પાટણ નગર પાલિકા દ્વારા મશીનો મૂકી પાણી નિકાલ ની કામ ગીરી હાથ ધરવામાં આવી છે

તો વરસાદી પાણી ની સમસ્યા ભોગવી રહેલા પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોની પાટણના ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા મુલાકાત લઈ પાટણ નગરપાલિકા ને જરૂરી સુચનાઓ આપી વરસાદી પાણીના નિકાલ નો ઝડપી ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા સુચિત કરવામાં આવ્યાં છે.

જિલ્લા કલેકટર સહિત જિલ્લા પ્રશાસન દ્વારા પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાઓને નિવારવા તંત્રને કામે લગાડવામાં આવ્યું છે

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી અવિરત પણે વરસી રહેલા વરસાદની આંકડાકીય માહિતી આપતા પાટણ ડિઝાસ્ટર વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું કે ચાલુ ચોમાસા દરમિયાન બુધવાર સાંજ ના છ કલાક સુધીમાં પાટણ શહેરમાં ૬૮૨ એમ. એમ., સાતલપુર ૪૬૭ એમ.એમ., રાધનપુર ૪૪૭ એમ. એમ, સિધ્ધપુર ૭૪૧ એમ.એમ., હારીજ ૪૫૨ એમ. એમ., સમી ૪૨૬ એમ. એમ., ચાણસ્મા ૩૭૮ એમ. એમ., શંખેશ્વર ૩૭૭ એમ.એમ. અને સરસ્વતી ૫૮૧ એમ. એમ. કુલ સિઝનનો વરસાદ નોધાયો હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related