જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી એ ગામની મુલાકાત લીધી..
પાટણ તા. 29
ચોમાસાની ઋતુમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ના પાણી ભરાવવાની સમસ્યા સજૉતી હોય છે જેના કારણે મચ્છર જન્ય જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધતા લોકો મા રોગચાળો ફેલાવાની ભીતી પણ પ્રબળ બનતી હોય છે
ત્યારે તાજેતરમાં ચોમાસા ની સિઝનમાં પાટણ તાલુકાના ડેરાસણા ગામે કમળાના શંકાસ્પદ બે કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ સચેત બની સંલગ્ન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુરૂવારે જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી લલીબેન જયરામભાઈ દેસાઈએ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્રારા આરોગ્ય લક્ષી જરૂરી સુચનાઓ આપી ચોમાસામાં દરેકને પોતાની કાળજી રાખવા અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી