જોષી પરિવાર છેલ્લા 70 વર્ષથી જૂનાગંજ માં સેવા કેમ્પનું આયોજન કરી ભગવાન જગન્નાથ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે..
પાટણ તા. 8
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન મંદિર પરિસર ઉપર છેલ્લા 13 વષૅથી ધજા લહેરાવવાનો લ્હાવો તેમજ પાટણ શહેર માંથી નીકળતી રથયાત્રા દરમિયાન છેલ્લા 70 વર્ષ થી પણ વધુ વર્ષો થી શહેરના જૂના ગંજ બજાર ખાતે વિવિધ પ્રકારના સેવા કેમ્પ નું આયોજન કરવાનો લ્હાવો મેળવી સ્વર્ગસ્થ અમૃતલાલ શ્યામલાલ જોશી પરિવાર ધન્યતા અનુભવી રહ્યો છે.
ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા નિમિત્તે મંદિર શિખર પર ઉપરોક્ત પરિવારે ધજા ચડાવવાનો લ્હાવો પ્રાપ્ત કરી શહેરના જુના ગંજ ખાતેના અમૃતકાકા કોમ્પલેક્ષ નજીક અવિરત પણે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગંજ ચોકમાં ભગવાન જગન્નાથજી ની શોભા યાત્રા માં જોડાયેલા તમામ ભક્તોને ગિરનારી ખીચડી તથા ખલાસીઓ અને દુર્ગા વાહિની બહેનો માટે મગ અને શિરાના સેવા કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું જે સેવા કેમ્પ નો હજારો જગન્નાથ ભકતોએ લાભ લઈ જોષી પરિવારના દુર્ગાપ્રસાદ જોષી, રજનીકાંત જોષી , શુભમ જોષી, કૃણાલ જોષી સહિત સ્વ. અમરતલાલ શ્યામલાલ જોષી પરિવારની સેવા પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી