fbpx

છેલ્લા 13 વષૅથી ભગવાન જગન્નાથજીની મહાઆરતી નો લ્હાવો પ્રાપ્ત કરતા હરેશભાઈ જોષી પરિવાર..

Date:

પાટણ તા. 8
પાટણ શહેરમાં જગન્નાથ મંદિર પરિસર ખાતેથી અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ઉતારવામાં આવતી ભગવાનની મહા આરતી નો લાભ છેલ્લા ૧૩ વર્ષથી મૂળ પાટણના ભેસાતવાડા વિસ્તારમાં રહેતા અને હાલમાં ધંધાર્થે મહેસાણા ખાતે સ્થાઈ થયેલા હરેશ
ભાઈ વીરચંદભાઈ જોશી પરિવારે ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથ ની 142 મી રથયાત્રા પૂર્વે પણ ભગવાન જગન્નાથજીની મહા આરતી ની ઉછામણી માં લાભ લઈ રૂપિયા 1.75 લાખની બોલી સાથે ભગવાન ની મહા આરતીનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી.

છેલ્લા 13 વષૅથી ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં ભગવાન ની મહા આરતી નો લાભ મેળવનાર હરેશ ભાઈ વિરચંદભાઈ જોષી પરિવારની ભગવાન જગન્નાથ પ્રત્યેની અનન્ય શ્રધ્ધા ભક્તિ ને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ ના સભ્યોએ સરાહનીય લેખાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related