fbpx

યુનિવર્સિટી બિઝનેસ મેનેજ મેન્ટ વિભાગમા બીબીએ અને બીકોમસેમ ૧ માં ૧૯૨ વિધાર્થીઓએ પ્રવેશ લીધો..

Date:

પાટણ તા. ૧૧
હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ.ના એસ કે કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં બીબીએ સેમ ૧ તથા બીકોમ સેમ ૧ ના વિદ્યાર્થીઓનો ગુરૂવારે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાત માં GCAS પોર્ટલ દ્વારા થયેલી પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટીના ચાલુ વર્ષે હાલના તબકકે બીબીએ વિભાગમાં સેમેસ્ટર ૧ માં કુલ ૧૧૮ વિદ્યાર્થીઓ તથા બીકોમ સેમેસ્ટર ૧ માં કુલ ૭૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

હજુ પ્રવેશ પ્રક્રિયા ૧૫/ ૭/૨૪ સુધી ચાલુ રહેશે. યુનિવર્સિટીના એકેડેમિક કેલેન્ડર મુજબ ૧૧ /૭ /૨૪ ના રોજ અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે સત્ર ૧ ની શરૂઆત થાય છે જે અંતર્ગત બીબીએ વિભાગ દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં નવા વર્ષે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી તેમજ મોઢું મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિભાગ અધ્યક્ષ ડૉ.અશ્વિન મોદી
એ વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા અને સફળ કેરિયર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમ માં વિભાગના અધ્યાપકો, બિન શૈક્ષણીક કર્મચારી ઓ તેમજ બીબીએ તથા બીકોમ વિભાગના વિદ્યાર્થી ઓ હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર માં ચડી બન્યાન ધારી ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અપાયેલા અંજામ બાબતે પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરાઇ.

પાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત્રી પેટ્રોલિંગ...

પાટણ ના વાગડોદ ગામના બુટલેગર ની પાસા હેઠળ અટકાયત કરતી LCB ટીમ..

પાટણ તા. ૮પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પાટણ...