રાજયકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને વડાપ્રધાન ની વર્ચ્યુઅલ ઉપસ્થિત મા યોજાશે..
પાટણ તા. ૬
આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપ સ્થિતિ માં ૮ મહાનગરપાલિકા અને અ વગૅની ૨૨ નગર પાલિકા મા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગતના આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.જે અંતર્ગત પાટણ એ પી એમ સી હોલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે જેમાં પાટણ શહેર,પાટણ ગ્રામ્ય અને સરસ્વતી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને તેમજ નવીન આવાસ યોજના ના લાભાર્થીઓ મળી કુલ ૫૦૦૦ લાભાર્થીઓને ઉપસ્થિત રાજકીય આગેવાનો ના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસયોજના ના મકાનો ની ચાવી સુપ્રત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ( શહેરી) માટે આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમ ના ખચૅ પેટે પાટણ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૧૫ લાખની રકમ ફાળવવામાં આવી હોવાનું પાટણ નગર પાલિકા ને એફો ડૅબલ હાઉસિંગ મિશન ગાંધીનગર દ્વારા પત્ર લખી અવગત કયૉ હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. તા.૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગતના કુલ અંદાજે ૩.૧,૪૧૧૧૧ કરોડના કુલ ૨૪,૧૮૪ આવાસો ના રાજય કક્ષાનો ઇ-લોકાર્પણ ડીસા,બ.કાં.ખાતે થી કરવામા આવનાર છે.આ સાથે શહેરી વિસ્તાર ની કુલ ૬૭ વિધાનસભા મતવિસ્તારમાં ૬૭,કાર્યક્રમો, ૮ મહાનગરપાલિકાના ૪૫ મતવિસ્તારમાં ૪૫ કાર્યક્રમ અને ૨૨ “અ” વર્ગની નગરપાલિકાઓના ૨૨ મત વિસ્તારમાં ૨૨ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ સંબોધન કરશે.
અહેવાલ યશપાલ સ્વામી