fbpx

તા. 15 મી ઓગસ્ટે પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સમી ખાતે યોજાશે

Date:

પાટણ તા. ૨
પાટણ જિલ્લા સેવા સદન ખાતે શુક્રવારે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અઘ્યક્ષ સ્થાને આગામી તારીખ 15 મી ઓગસ્ટના રોજ આયોજિત જિલ્લા કક્ષાના સમી ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે બેઠક યોજવામાં આવી હતી. આ વર્ષ 15 મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી સમી ખાતે આવેલ શ્રી બી.એચ.દવે,શિક્ષણ સંકુલમાં કરવામાં આવનાર છે.

ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં કલેક્ટર અરવિંદ વિજયને સંલગ્ન અધિકારીઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે સુચન કર્યું હતુ. 15મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે. ત્યારે આઝાદી ના પર્વને પાટણ જિલ્લાના નાગરિકો ઉલ્લાસભેર ઉજવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. 15 મી ઓગષ્ટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજીત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રાંતઅધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર કે. બી. વકિલ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો સમક્ષ કેળવણીનાં ત્રણ પુસ્તકો અંગે ગોષ્ઠિ યોજાઈ..

રાધનપુર કે. બી. વકિલ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો સમક્ષ કેળવણીનાં ત્રણ પુસ્તકો અંગે ગોષ્ઠિ યોજાઈ.. ~ #369News

શેઠ.એમ.એન પ્રાથમિક શાળામાં જગત પાલક શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને ધૂમધામથી ઉજવવા માં આવી.

ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી...

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખે વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખે વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી. ~ #369News