fbpx

પાટણના નોરતા ધામે પરમ પૂજ્ય દોલતરામ મહારાજ આશ્રમ ખાતે 49 માં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાશે..

Date:

પાટણ તા. ૧૪
પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ગામે શ્રી દોલતરામ મહારાજ આશ્રમ ખાતે આગામી તારીખ 21 જુલાઈના રોજ 49 માં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ ગુરુપૂર્ણિમા ના મહોત્સવ ને લઇ શ્રી દોલતરામ મહારાજ આશ્રમ ખાતે શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજના અનુયાયીઓ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

તારીખ 21 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વહેલી સવારે ભગવાનના પૂજા અર્ચન બાદ પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વભારતીજી મહારાજનું સેવક પરિવાર દ્વારા શાસ્ત્રો મંત્રોચાર સાથે ગુરૂ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય દોલત રામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજ દ્વારા ઉપસ્થિત ભક્તોને ગુરુપૂર્ણિમાનો પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવશે. રાત્રે આધ્યાત્મિક ભજન સત્સંગની જમાવટ પણ મંદિર સાનિધ્યમાં કરવામાં આવનાર હોય ગુરુપૂર્ણિમાના 49 માં પર્વમાં તમામ ભાવિક- ભક્તોને તેમજ ધર્મ પ્રેમી જનતાને દર્શન પ્રસાદનો લાભ લેવા શ્રી દોલતરામ આશ્રમના અનુયાયી શ્રી રવિરામ મહારાજ અને પરમ પૂજ્ય શ્રી સીતા માતાજી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા..

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા.. ~ #369News