fbpx

પાટણ ના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે શ્રી રામકથા નો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૧૬
ગુજરાતની પ્રાચીન રાજધાની અને ધર્મનગરી પાટણ મુકામે પદ્મનાથ ચાર રસ્તા નજીક આવેલ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે તારીખ 15 એપ્રિલ ને સોમવાર ના પવિત્ર દિવસે સદગુરુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદગીરીજી મહારાજના આશીર્વાદથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાની પોથીયાત્રા કેશવ પ્રાઈમફ્લેટ માંથી પ્રશાંતભાઈ સોનીના ઘરેથી શોભાયાત્રા સ્વરૂપે વાજતે – ગાજતે શણગારેલી બગીમાં વૈદિક ધર્માનુરાગી પૂજ્ય શ્રી કિશોરજી શાસ્ત્રી તેમની સાથે પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્ર।નંદગિરિ અને પૂજ્ય સ્વામીશ્રી વસંત ગિરિજી બિરાજમાન થયેલા હતા.

કેશવ પ્રાઈમ ફ્લેટ થી સર્વે રામભક્તો નાસિક ઢોલના નાદ સાથે નાચતા કુદતા હર્ષોલાસ સાથે શ્રીવિજય હનુમાન આશ્રમે પોથીજીને લઈને પહોંચ્યા હતા. જ્યાં પોથીજીનું તેમજ વક્તા પૂજ્ય શ્રી કિશોરજી શાસ્ત્રીજી અને સંતોનું પૂજન અર્ચન કરી મંડપમાં પોથીજીને બિરાજમાન કર્યા હતા.

કથા ના પ્રારંભે જાણીતા એનાઉન્સર અશોકભાઈ ત્રિવેદી તેમજ પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્ર।નંદગીરીજી મહારાજે સ્વાગત પ્રવચન કર્યા બાદ પાટણના શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ જયંતીભાઈ ઠક્કર, નારણ ભાઈ ઠક્કર, પ્રભુરામભાઈ ઠક્કર, સંજયભાઈ કે ઠક્કર ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

શ્રી કિશોરજી શાસ્ત્રીજીના મુખારવિંદથી પાખંડ અને અંધશ્રદ્ધાનો લય થાય તેમજ જ્ઞાન, ભક્તિ વૈરાગ્ય નો ઉદય થાય, ભ્રાંતિઓ દૂર કરવા ખૂબ સરસ દૃષ્ટાંતો સાથે તેમજ સાચા અર્થમાં આપણા ધર્મ ગ્રંથો છે તેની ખૂબ ઊંડાણપૂર્વક સમજ આપી હતી અને જે આપણા ધર્મગ્રંથો અને આપણા ઋષિમુનિઓ સંતો વિશે ખોટી વાતો ફેલાયેલી છે તેની સામે શાસ્ત્રીય પ્રમાણો તેમજ ઉદાહરણ આપી સાચા અર્થમાં એ સંતો શું છે એ ધર્મગ્રંથો શું છે તેની ખૂબ સરળ શૈલીમાં સમજ આપી હતી.

પાટણ ના આંગણે પાખંડ નો લય કરનારી આ રામકથા માં પ્રથમ દિવસથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કથા રોજ રાત્રે ૮ થી ૧૧ સુધી કરાશે જેથી ભાવિક ભક્તો ને લાભ લેવા આયોજકો દ્રારા અનુરોધ કરાયો છે. ભગવાન રામ નો જન્મોત્સવ રામનવમી ના રોજ કથા દરમ્યાન તા. ૧૭ મીએ ઉજવાશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી ખોડલધામ સંસ્થા ની પારદર્શિતા સૌથી મહત્વની છે : નરેશભાઈ પટેલ..

સંડેર મુકામે શ્રી ખોડલધામ ઉતર ગુજરાતના કન્વીનરો અને સભ્યો...

રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 પર ડિવાઇડર સાથે અથડાયેલ ટેલરમાં આગ ભભૂકી..

રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 પર ડિવાઇડર સાથે અથડાયેલ ટેલરમાં આગ ભભૂકી.. ~ #369News