પાટણ તા. ૧૭
પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત પાટણની એકમાત્ર મહિલા બેંક શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ની મળેલી વાર્ષિક સાધારણ સભામાં પાટણના રાજકીય આગે
વાન, બિલ્ડર અને અનેક સામાજિક,સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પાટણ નગરપાલિકા
ના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઇ ઠક્કરના ધર્મપત્નિ ભાવનાબેન લાલેશભાઇ ઠક્કરની ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.તો વાઇસ ચેરમેન પદે ચેતનાબેન કે. પ્રજાપતિની વરણી કરવામાં આવતા તેઓની નિમણુંકને ક્રેડીટ સોસાયટીના તમામ ડિરેક્ટરો અને સભાસદોએ હર્ષભેર વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ડિરેકટર, સભાસદો સહિત શહેર ના અગ્રણીઓએ મહિલા બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લાલેશભાઈ ઠક્કર અગાઉ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે બિનહરીફ બન્યા હતા જે નગર પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે કોઇ વ્યક્તિ બિનહરીફ ઉપપ્રમુખ બન્યું હોય અને આજે તેમના ધર્મપત્ની મહિલા બેંકમાં બિનહરીફ ચેરમેન બનતાં તેમના સમર્થકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી