ડો.વ્યોમેશભાઈ શાહ અને તેમના સુપુત્ર ચિ.ડો.દીપ શાહ ની શૈક્ષણિક સેવા પ્રવૃત્તિ ને સૌએ બિરદાવી..
પાટણ તા.૧૭
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બાલુવા પ્રાથમિક શાળા ખાતે દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ બાલુવા ગામના વતની અને પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ અવની હોસ્પિટલના જાણીતા ગાયનેક તબીબી ડો. વ્યોમેશભાઈ શાહ અને તેમના સુપુત્ર ચિ. ડો. દીપ શાહ દ્વારા ધો ૧ થી ધો ૮ મા અભ્યાસ કરતાં ૨૨૦ થી વધુ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ૧૩૦૦ થી વધુ ફુલ સ્કેલના ચોપડાઓનું બુધવારે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
બાલુવા પ્રાથમિક શાળા ખાતે દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ ડો. વ્યોમેશભાઈ શાહ અને ડો. દીપ શાહ દ્વારા આયોજિત શૈક્ષણિક કીટ વિતરણ સાથેના ફુલ સ્કેપ ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિ ને શાળાના આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવાર સહિત વિધાર્થીઓના વાલી ગણે સરાહનીય લેખાવી તેઓની વતન પ્રત્યેની લાગણી ને બિરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડો.દીપ શાહ નું શાળા પરિવારે સ્વાગત સન્માન કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી