કાર ચાલક મઢુત્રા ગામનો શખ્સ કારની આગમાં જીવતો ભૂજાયો..
પોલીસ- ફાયર વિભાગે ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. ૧૭
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અવાર નવાર ગાડીઓ માં આગ લાગવાની ઘટનાઓ સર્જાતી હોય છે.અને આવી ઘટનાઓમાં ગાડીમાં સવાર લોકો જીવતા ભૂજાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો બુધવારે બપોરના સુમારે પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ પરથી પસાર થઈ રહેલ alto કાર અગમ્ય કારણોસર માગૅ પર પલ્ટી મારી જતાં કાર
માં આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર ચાલક આગની લપેટમાં આવતા જીવતો ભૂજાયો હતો
જયારે ધટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગ લાગેલ ગાડી પર પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી હાઈવે પર જામેલ ચકકાજામ ટાફિક ને ખુલ્લો કર્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે મૃતકની લાશનું પંચનામું કરી વારાહી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ વિધી કરતાં મૃતક રાજુભા ચનુભા સોઢા હોવાનું અને તે રહે. મઢુત્રા ગામનો હોવાનું જાણવા મળ્યું છે.
અલ્ટો ગાડી રાધનપુર થી મઢુત્રા તરફ જઈ રહી હતી ત્યારે વારાહી- પીપળી માગૅ પર અગમ્ય કારણો સર કાર પલ્ટી મારી જતા આ દુઘૅટના સજૉઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાબતે વારાહી પીએસઆઇ એ.પી.જાડેજા નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કારમાં મૃતક વ્યક્તિ એકલો જ સવાર હતો અને અગમ્ય કારણોસર કાર માગૅ પર પલ્ટી ખાતા ચાલકે સીટ બેલ્ટ ન બાધેલ હોવાથી તે કારનો કાચ ફોડી કારની આગળ ની સાઈડમાં પટકાયો હોય અને કાર પલટી મારી ગયા બાદ કારમાં આગ લાગતા ઉપરોક્ત ચાલક પણ આ આગમાં જીવતો ભૂજાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો અકસ્માત સજૉયા બાદ કદાચ પેટ્રોલની ટાંકી લીકેજ થઈ હોય અને શોર્ટ સર્કિટના કારણે આ ઘટના સર્જાય હોવાનું પણ તેઓએ અનુમાન લગાવી હાલમાં મૃતકની લાશનું પંચનામું કરી તેને પીએમ અર્થે વારાહી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી