પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગ માં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડયા..
પાટણ તા. 6
રાજ્યનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ આગામી 12,13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પાટણ જિલ્લા સેવા સદન ખાતે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
20 વર્ષે શાળાપ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્વળ ભવિષ્યની મિટિંગને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ જેના ફળસ્વરૂપે આજે 100% નામાંકન થઈ રહ્યું છે. સરહદી ગામોને અગ્રિમતા આપીને, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ ગુજરાતના દરેક ગામ પ્રત્યે સમભાવ સાથે કાર્ય કરવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દુનિયામાં કોઈ સમસ્યા સર્જાય તેનો કોઈ ઉકેલ લાવવા નું જો કોઈ કામ કરે તે આપના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે.
પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. મિટિંગમાં જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, “કન્યા કેળવણી ને વધુ પ્રોત્સાહન મળે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકોના આરોગ્યલક્ષી કાર્યક્રમ નું સૂચારુ સંચાલન થાય તે માટેના કાર્યક્રમ ને પ્રધાનતા આપવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે જિલ્લા વહીવટી તંત્ર કટિબધ્ધ છે. પાટણ જિલ્લામાં આગામી સમયે 12 થી 13 જૂન દરમિયાન પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન 9 તાલુકા, 72 ક્લસ્ટરમાં થશે. આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા શિક્ષણ સમિતિની 792 શાળા, નગર શિક્ષણ સમિતિની 10 શાળા મળી કુલ 802 શાળામાં પ્રવેશોત્સવ યોજાશે.
આ માટે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ રોજની ત્રણ શાળાની મુલાકાત લેશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પાત્રતા ધરાવતા બાળકોના આંગણવાડી, બાળ વાટિકા માં નામાંકન અને પ્રવેશ આપવામાં આવશે. વિધ્યાપ્રવેશ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 માં બાળકોને પ્રવેશ અપાવી શુંભારંભ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર દીકરીઓને વિધ્યા લક્ષ્મી બોન્ડના ચેકનું વિતરણ કરવામાં આવશે. 100% હાજરી ધરાવતા બાળકો અને વાલીઓ, લોકફળો આપનાર દાતા ઓનું સન્માનની સાથે શાળામાં વુક્ષા રોપણ પણ કરવામાં આવશે.આ બેઠકમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીડી.એમ.સોલંકી,અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, DRDA નિયામક આર. કે. મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.